ભારતના દર 4 માંથી 1 લાભાર્થી એટલે કે 24. 8 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે.

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (11:32 IST)
ભારતમાં જારી કોરોના રસીકરણ અભિયાને મંગળવારે વધુ એક રેકોર્ડ નોંધાવ્યો છે. હવે ભારતના દર 4 માંથી 1 લાભાર્થી એટલે કે 24. 8 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે એટલે કે બન્ને ડોઝ મળી ચૂક્યા છે. ત્યારે 43.5 ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ચૂક્યો છે.
 
ભારતમાં આ સફળતા એ સમયે મળી છે જ્યારે દેશમાં એક્ટિવ કેસ ગત મહિનાથી વધારે સમય બાદ 3 લાખની નીચે આવી ગયા છે. મંગળવારે સાંજ સુધીમાં આ આંકડા મુજબ ભારતમાં 64.25 કરોડ લોકોની કોરોનાની રસી 87.62 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. જ્યારે ચીન બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધારે લોકોને રસીના ડોઝ અપાયા છે.

સંબંધિત સમાચાર

Next Article