ચાર વર્ષ, 23 રાજ્ય અને ફક્ત 2માં જીતી શકી કોંગ્રેસ, આત્મસમીક્ષા કરવાનો આ સમય યોગ્ય છે ?

Webdunia
શનિવાર, 3 માર્ચ 2018 (16:52 IST)
ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોના પરિણામ આવ્યા પછી દેશમાં સત્તાધારી ભાજપામં જ્યા ખુશીની લહેર છે તો બીજી બાજુ કોંગ્રેસને પોતાના સંગઠન વિશે એકવાર ફરી વિચારવુ પડશે. વાત રાજનીતિની છે. આ હિસાબથી ગંભીર ચર્ચા થવી જોઈએ. દેશમાં કોંગ્રેસની સ્થિતિ પણ ગંભીર ચિંતાનો વિષય છે. ચાર દિવસની ચાંદની.. ચાર દિવસની જીંદગી અને ચાર રાજ્યોમાં કોંગ્રેસ.  દેશભરમાં આવી જ સ્થિતિ થઈ ગઈ છે કોંગ્રેસની.  છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો ઉત્તર પૂર્વના વર્તમાન ત્રણ રાજ્યોના ચૂંટણી પહેલા 23 રાજ્યોમાં ચૂંટણી થઈ જેમાથી કોંગ્રેસના હાથમાં ફક્ત બે રાજ્ય જ આવ્યા. 
 
કોંગ્રેસ મુક્ત બની રહ્યુ છે ભારત 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાંબા સમયથી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા આવ્યા છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે દેશભરમાંથી કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. પણ જે રીતે પરિણામ સામે આવી રહ્યુ છે તેને જોતા લાગતુ નથી કે કોંગ્રેસ મેઘાલયમાં પોતાની સરકાર બચાવી શકશે. જો આવુ થાય છે તો કોંગ્રેસ પાસે ઉત્તર ભારતમાં પંજાબ દક્ષિણ ભારતમાં કર્ણાટક અને પુદુચ્ચેરી અને ઉત્તર પૂર્વમાં મિઝોરમના રૂપમાં કુલ ચાર રાજ્ય જ રહી જશે.   જે પ્રકારના પરિણામ દેખય રહ્યા છે જો અંતિમ પરિણામ પણ આવુ જ રહે છે તો મેઘાલય પણ કોંગ્રેસના હાથમાં સરકી શકે છે. 
ભગવા રંગમાં રંગાય રહ્યો છે દેશ 
 
બીજી બાજુ જો ભાજપાની વાત કરીએ તો કેન્દ્રમાં તેમની સરકાર તો છે જ. દેશના 14 રાજ્યોમાં ભાજપાની સરકાર છે અને ત્રિપુરા જીત્યા પછી આ આંકડો 15 સુધી પહોંચી જશે.  આ ઉપરાંત 4 રાજ્યોમાં ભાજપાના સમર્થનથી સરકાર ચાલી રહી છે. હાલ અરુણાચલ પ્રદેશ, અસમ, છત્તીસગઢ,ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપાની સરકાર છે. બીજી બાજુ આંધ્રપ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર તેમજ સિક્કિમ આ ચાર રાજ્યોમાં ભાજપના સમર્થનથી સરકાર ચાલી રહી છે. 
કોંગ્રેસે ખુદને ટટોલવાની જરૂર છે 
 
આ પ્રશ્ન કોઈપણ નેતા કે રાજનીતિક માહિતગાર ને પૂછશો તો તેનો જવાબ ચોક્કસ રૂપે હા માં જ મળશે. આ અમે તેથી કહી રહ્યા છીએ કે મળી રહેલા પરિણામ મુજબ જે ત્રિપુરામાં ભાજપા શૂન્યથી એક તૃતીયાંશ બહુમતના આંકડા સુધી પહોંચી રહી છે ત્યા જ કોંગ્રેસ શૂન્ય પર જ અટકી ગઈ છે.  નાગાલેંડમાંથી મળી રહેલ પરિણામમાં પણ કોંગેસ શૂન્યમાં સમેટાઈ ગઈ છે. જે મેઘાલયમાં કોંગ્રેસ અત્યાર સુધી સરકાર ચલાવી રહી છે ત્યા પણ તે સૌથી મોટી પાર્ટી હોવા છતા બહુમતના આંકડાથી ઘણી દૂર છે. કોંગ્રેસ એવી પાર્ટી છે જેને લાંબા સમય સુધી દેશ અને અન્ય રાજ્યોમાં સરકારો ચલાવી છે. વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં ફક્ત 44 સીટો સુધી સમેટાયા પછી અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસના સમેટાવવાની પ્રકિયા ચાલુ છે.  આવામાં કોંગ્રેસને જરૂર ખુદને ટટોલવાની જરૂર છે કે છેવટે એવી કંઈ ભૂલ થઈ ગઈ છે કે હવે ફક્ત તેઓ ચાર રાજ્યોમાં જ સમેટાય ગયા છે. 
 
23માંથી ફક્ત બે ચૂંટણી જીતી કોંગ્રેસ 
 
વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કેન્દ્રીય સત્તાથી દૂર થયા પછી એક એક કરી અનેક રાજ્ય તેમના હાથમાંથી સરકી ગયા છે.  તેની વિગત જોવી હોય તો એકવાર છેલ્લા ચાર વર્ષમાં થયેલા રાજ્યોના ચૂંટણીઓ પર એક નજર દોડાવો. આ ચાર વર્ષમાં કોંગ્રેસ 2016માં પુદુચ્ચેરી અને 2017માં પંજાબ ફક્ત આ બે રાજ્યોમાં ચૂંટણી જીતી છે. જ્યારે કે બિહારમાં વર્ષ 2015માં ચૂંટણી સમયે જીત નોંધાવનારા મહાગઠબંધનનુ પણ તે એક ભાગ હતી પણ પછી આ ગઠબંધન તૂટી ગયુ. આ દરમિયાન 23 રાજ્યોમાં ચૂંટણી થઈ જેમાથી અરુણાચલ પ્રદેશ(2014), ઝારખંડ (2014), મહારાષ્ટ્ર (2014), હરિયાણા (2014), હિમાચલ (2017), સિક્કિમ (2014), અસમ (2016), ઉત્તર પ્રદેશ(2017), ઉત્તરાખંડ (2017), ગોવા (2017), ગુજરાત (2017), મણિપુર (2017)  મતલબ કુલ 12 રાજ્યોમાં ભાજપાએ જીત નોંધાવી. તેમા ઉત્તર પૂર્વના ત્રણ રાજ્ય સામેલ નથી. જેમની શનિવારે મતગણતરી ચાલુ છે.  આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં તેદપા ભાજપા ગઠબંધને 2014માં જીત નોંધાવી જ્યારે કે બિહારમાં મહાગઠબંધન તૂટ્યા પછી જેડીયૂ-ભાજપાની સરકાર ચાલી રહી છે. આટલુ જ નહી 2014ના વિધાનસભા ચૂંટણી પછી જમ્મુ-કાશ્મીરમાં પણ પીડીપી અને ભાજપા મળીને સરકાર ચલાવી રહ્યા છે.  આ ઉપરાંત ઓડિશામાં 2014ના વિધાનસભા ચૂંટણીમાં બીજૂ જનતા દળ, 2016માં કેરલમાં એડીએફ, તમિલનાડુમાં વર્ષ 2016માં એઆઈએડીએમકે, તેલંગાનામાં વર્ષ 2014માં ટીઆરએસ, 2016માં પશ્ચિમ બંગાળમાં તૃણમૂળ કોંગ્રેસે જીત નોંધાવી. 
આ દરમિયાન કોંગ્રેસની કમાન સોનિયા ગાંધીના હાથમાંથી તેમના પુત્ર રાહુલ ગાંધીના હાથમાં આવી ગઈ.  કોંગ્રેસ અધ્યક્ષ ભલે બદલાય ગયા હોય પણ કોંગ્રેસનુ નસીબ બદલવાનુ નામ નથી લઈ રહી. આ દરમિયાન માહિતગારોનુ માનવુ છે કે કોંગ્રેસને પોતાના સતત હારની સમીક્ષા કરવી જોઈએ.  જો કે શનિવારે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કોંગ્રેસ પ્રવક્તા મીમ અફઝલે કહ્યુ કે તેમની પાર્ટીને 2014થી જ આત્મ સમીક્ષાની વાતો કહેવામાં આવી રહી છે અને પાર્ટી આત્મ સમીક્ષા કરે પણ છે.  જો કે પાર્ટીની સતત હાર પછી કોંગ્રેસ પ્રવક્તાની સમીક્ષાની વાત પર વિશ્વાસ થતો નથી.  લોકતંત્રમાં એક  મજબૂત વિપક્ષની જરૂર હોય છે. આવામાં ફક્ત કોંગ્રેસ જ છે જે ભાજપાના વધતા રથને રોકી શકે છે પણ આ પાર્ટીની નબળાઈ કંઈક બીજુ જ કહી રહી છે. 

સંબંધિત સમાચાર

Next Article