સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાણ કરેં.
જટા કટા હસંભ્રમ ભ્રમન્નિલિંપનિર્ઝરી .
વિલોલવી ચિવલ્લરી વિરાજમાનમૂર્ધનિ .
ધગદ્ધગદ્ધ ગજ્જ્વલલ્લલાટ પટ્ટપાવકે
કિશોરચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમં 2
ખુબ જ ગંભીર કટાહરૂપ જટાઓંમાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર લહેરી રહી છે તેમજ જેમના મસ્તકમાં અગ્નિની પ્રચંડ જ્વાળાઓ ધધક કરીને પ્રજ્વલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધરો રહે.
ધરા ધરેંદ્ર નંદિની વિલાસ બંધુવંધુર-
સ્ફુરદૃગંત સંતતિ પ્રમોદ માનમાનસે .
કૃપાકટા ક્ષધારણી નિરુદ્ધદુર્ધરાપદિ
કવચિદ્વિગમ્બરે મનો વિનોદમેતુ વસ્તુનિ 3
પર્વતરાજસુતાના વિલાસમય રમણીય કટાક્ષોંથી પરમ આનંદિત ચિત્તવાળા (માહેશ્વર) તેમજ જેમની કૃપાદૃષ્ટિથી ભક્તોંની મોટામાં મોટી વિપત્તિઓ દૂર થઈ જાય છે આવા જ (દિશા જ જેમના વસ્ત્ર છે) દિગમ્બર શિવજીની આરાધનામાં મારૂ ચિત્ત ક્યારે આનંદિત થશે.
ઇંદ્રાદિ દેવતાઓંનો ગર્વ નાશ કરતાં જે શિવજીએ પોતાના વિશાળ મસ્તકની અગ્નિ જ્વાલાથી કામદેવને ભસ્મ કરી દિધા હતાં, તે અમૃત કિરણોંવાળા ચંદ્રમાના જેવા તેમજ ગંગાજીથી સુશોભિત જટાવાળા, તેજ રૂપ નર મુંડધારી શિવજી અમને અક્ષય સમ્પત્તિ આપે.
કરાલ ભાલ પટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ-
દ્ધનંજયા ધરીકૃતપ્રચંડપંચસાયકે .
ધરાધરેંદ્ર નંદિની કુચાગ્રચિત્રપત્રક-
પ્રકલ્પનૈકશિલ્પિનિ ત્રિલોચને રતિર્મમ 7
સળગી રહેલી પોતાના મસ્તકની ભયંકર જ્વાલાથી પ્રચંડ કામદેવને ભસ્મ કરનાર તથા પર્વત રાજસુતાના સ્તનના અગ્રભાગ પર વિવિધ ભાંતિની ચિત્રકારી કરવામાં અતિ ચતુર ત્રિલોચનમાં મારી પ્રીતિ અટલ રહે.
નવીન મેઘ મંડલી નિરુદ્ધદુર્ધરસ્ફુર-
ત્કુહુ નિશીથિનીતમઃ પ્રબંધબંધુકંધરઃ .
નિલિમ્પનિર્ઝરિ ધરસ્તનોતુ કૃત્તિ સિંધુરઃ
કલાનિધાનબંધુરઃ શ્રિયં જગંદ્ધુરંધરઃ 8
નવીન મેઘોંની ઘટાઓંથી પરિપૂર્ણ અમાવસ્યાઓંની રાત્રિના ઘોર અંધકારની જેમ ખુબ જ ગૂઢ કંઠ વાળા, દેવ નદી ગંગાને ધારણ કરનાર, જગચર્મથી સુશોભિત, બાલચંદ્રની કળાઓંના બોઝથી વિનમ, જગતના બોઝને ધારણ કરનાર શિવજી અમને બધા જ પ્રકારની સમ્પત્તિ આપે.
જોરદાર પત્થર અને કોમળ વિચિત્ર શય્યામાં સર્પ અને મોતિયોંની માળાઓમાં માટીના ટુકડાઓ અને ખુબ જ કિંમતી રત્નોંમાં, શત્રુ અને મિત્રમાં, તિનકે અને કમલલોચનનિયોંમાં, પ્રજા અને મહારાજાધિકરાજાઓંના સમાન દૃષ્ટિ રાખે છે તેવા શિવજીનું હુ ક્યારે ભજન કરીશ.
પ્રચંડ બડવાનલની જેમ પાપોંને ભસ્મ કરવામાં સ્ત્રી સ્વરૂપિણી અણિમાદિક અષ્ટ મહાસિદ્ધિયોં તેમજ ચંચલ નેત્રોંવાળી દેવકન્યાઓંથી શિવ વિવાહ સમયમાં ગાન કરવામાં આવેલ મંગલધ્વનિ બધા જ મંત્રોંમાં પરમશ્રેષ્ઠ શિવ મંત્રથી પૂરિત, સાંસારિક દુઃખોંને નષ્ટ કરીને વિજય મેળવો.
આ પરમ ઉત્તમ શિવતાંડવ શ્લોકને નિત્ય પ્રતિ મુક્તકંઠથી વાંચવાથી કે તેને સાંભલવાથી સંતતિ વગેરેથી પૂર્ણ હરિ અને ગુરુમાં ભક્તિ બની રહે છે. જેમની બીજી ગતિ નથી થતી અને તે શિવની શરણમાં જ રહે છે.