મહાશિવરાત્રિ પર આ ઉપાયોથી ગરીબ પણ બનશે ધનવાન

Webdunia
બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (16:10 IST)
આ વખતે શિવરાત્રિ 21 ફેબ્રુઆરીના દિવસે શુક્રવર છે. ચંદ્ર ચક્રમાં આવનારી સૌથી અંધારી રાત ને શિવરાત્રિ કહે છે. મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનની રાત છે. આ રાત્રે આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે.  શાસ્ત્રોમાં આ દિવસે જ્યોતિષ ઉપાય કરવાથી તમારી બધી પરેશાનીઓ ખતમ થઈ શકે છે. સાથે જ જીવનન બધા પ્રકારનો તનાવ ખતમ થાય છે અને સકારાત્મક પરિણામ જોવા મળે છે. આવો જાણીએ બાબા ભોલેનાથના મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે... 
 
1. રોકાયેલા ધનની થશે પ્રાપ્તિ 
 
મહાશિવરાત્રિ પર ભગવાન શિવના વાહન નંદી એટલે કે બળદને લીલુ ઘાસ શ્રદ્ધા સુમન સાથે ખવડાવો અને મહામૃત્યુજય મંત્રનો સાંજના સમયે 108 વાર જાપ કરો. આવુ કરવાથી તમારી ધન સંબંધી સમસ્યા ખતમ થાય છે.  અને રોકાયેલુ ધન પણ પરત મળે છે. 
 
2. શત્રુથી મળશે મુક્તિ 
 
તમારો કોઈ શત્રુ પરેશાન કરી રહ્યો છે કે પછી તમે કોઈ ખોટા કેસમાં ફસાયા છો તો મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય તમને વિજય અપાવશે.  આ દિવસે મંદિરમાં શિવલિંગ પર દુગ્ધાભિષેક કરો અને ત્યા રૂદ્રાષ્ટકનો પાઠ કરો. 
 
3. દુર્ભાગ્ય સોભાગ્યમાં બદવા માટે 
 
મહાશિવરાત્રિ પર દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે તમે આ દિવસ અનાથ આશ્રમમાં જઈને દન કરો અને ગરીબ લોકોની મદદ ક્રો. આવુ કરવાથી જીવનમાં બધા પ્રકારની સમસ્યાઓનો અંત થશે અને ભાગ્ય પણ સાથ આપશે. 
 
4. વૈવાહિક સમસ્યાઓના ઉકેલ માટે 
 
જો તમારા વૈવાહિક જીવનમાં પરેશાની ચાલી રહી છે તો મહાશિવરાત્રિ પર તમે સુહાગન સ્ત્રીઓના સુહાગનો સામાન આપો અને ગરીબ મહિલાઓની મદદ કરો. આવુ કરવાથી તમારા વૈવાહિક જીવનની સમસ્યાઓનો અંત થશે અને દામ્પત્ય જીવન મધુર થઈ જશે. 
 
5. અશુભ ગ્રહ આપશે શુભ ફળ 
 
જો તમારી કુંડળીમાં ગ્રહ શુભ પરિણામ નથી આપી રહ્યા તો મહાશિવરાત્રિના દિવસે તમે શિવલિંગ પર દુગ્ધાભિષેક કરી વિધિ વિધાનથી પૂજા કરો અને ૐ નમ શિવાય અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી કુંડળીમાં રહેલ અશુભ ગ્રહ શુભ ફળ પ્રદાન આપવા માંડશે. 
 
6. મોક્ષની પ્રાપ્તિ માટે 
મોક્ષની પ્રાપ્તિ માટે મહાશિવરાત્રિના દિવસે તમે એક મુખી રૂદ્રાક્ષને ગંગાજ્ળમાં સ્નાન કરાવીને વિધિ વિધાનથી પૂજા કરો અને લાલ કપડા પાથરીને તેના પર રૂદ્રાક્ષ મુકી દો.  ત્યારબાદ ૐ નમ શિવાય મંત્રનો એક લાખ વાર જાપ કરો અને દરરોજ એક માળાનો જાપ કરો. આવુ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. 
 
7. આર્થિક પરેશાની થશે દૂર 
 
જો તમને નોકરી કે વેપારમાં પરેશાની ચાલી રહી છે અને તમને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખો અને શિવલિંગ પર મઘ મિક્સ કરીને અભિષેક કરી દાડમના ફુલ ચઢાવો.  આવુ કરવાથી વેપારમાં તેજી આવશે અને નોકરી સંબંધિત સમસ્યાનો પણ અંત થશે. 
 

સંબંધિત સમાચાર

Next Article