દિવાળીના તહેવારોમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. ઘણા લોકોને ફટાકડા ફોડવાની મજા આવતી હોય છે, પરંતુ આનંદની સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે, કારણ કે ફટાકડા ફોડતી વખતે દાઝી જવાના બનાવો પણ બનતા હોય આવો જાણીએ
ખુલ્લી જગ્યામાં જ ફટાકડા ફોડવા જોઈએ.
આજુબાજુ કોઈ જ્વલનશીલ પદાર્થ કે વાહનો ન હોય તેની કાળજી રાખવી જોઈએ.
હંમેશા લાયસન્સ ધરાવતા ફટાકડાવિક્રેતાઓ પાસેથી ફટાકડા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.
ફટાકડા ફોડતી વખતે કૉટનનાં કપડાં પહેરવાં જોઈએ તથા પગમાં ચપ્પલ કે બૂટ પહેરવા જોઈએ.
બાળકો વડીલોની દેખરેખમાં જ ફટાકડા ફોડે છે તેનું ધ્યાન રાખવું.
જો ફટાકડાનો અવાજ મોટો હોય તો કાનની સંભવિત બહેરાશને ટાળવા માટે કાનમાં કૉટન મૂકો.