પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જાણીતા ભારતીય દાર્શનિક અને સમાજ સુધારક હતા. તેમનો જન્મ 19 ઓક્ટોબર 1920 ના રોજ મુંબઈમાં અને નિધન 25 ઓક્ટોબર 2003ના રોજ મુંબઈમાં જ થયુ હતુ. તેમને સમાજમાં દાદા (મોટા ભાઈ)ના નામથી ઓળખાય છે. આવો જાણીએ તેમનો પરિચય.
1. પાંડુરંગ આઠવલેજીએ સ્વાધ્યાયના માધ્યમથી સમાજમાં આત્મ-ચેતના જગાવવાનું કામ કર્યું. આઠવલેએ વેદ, ઉપનિષદો અને હિંદુ સંસ્કૃતિમાં રહેલા આત્માના મહત્વને જાગૃત કરીને તે જ્ઞાન અને શાણપણનો સામાજિક પરિવર્તનમાં ઉપયોગ કરવાનું શક્ય બનાવ્યું.
2. 1954 માં, પાંડુરંગને જાપાનના શિમ્ત્સુમાં 'બીજી વિશ્વ ધર્મ પરિષદ'માં ભાગ લેવાની તક મળી, જ્યાં તેમણે ભારતીય દર્શન, સંસ્કૃતિ, ધર્મ અને વૈદિક જ્ઞાન પર પ્રવચન આપ્યું.