ગોરખપુરમાં દારૂડિયા પતોથી પરેશાન થઈને બે મહિલાઓએ પરસ્પર કર્યા લગ્ન, સાત ફેરા લઈને માંગમાં ભર્યુ સિંદૂર

Webdunia
શનિવાર, 25 જાન્યુઆરી 2025 (13:26 IST)
Gorakhpur News: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ખૂબ જ હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જ્યા બે મહિલાઓએ પોતાના દારૂડિયા પતિને છોડીને એકબીજા સાથે લગ્ન કરી લીધા અને એકબીજા સાથે જીવવા મરવાના સમ ખાધા. આ લગ્ન ગુરૂવારે 23 જાન્યુઆરીના રોજ થયા જ્યારે બંનેયે એકસાથે જીવવાનો  નિર્ણય લીધો આ લગ્નને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોચ્ક્યા. આ લગ્ન હવે આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. 
<

#Gorakhpur: Fed up with their alcoholic husbands, two women left their homes & married each other. Kavita and Gunja alias Bablu tied the knot at the Shiva Temple, in Deoria.
They told, that they first connected on Instagram and were brought closer by their similar circumstances. pic.twitter.com/Z5ORBxFeqZ

— Ch.M.NAIDU (@chmnaidu) January 25, 2025 >
 
સૂત્રોના જણાવ્યા મુજબ કવિતા અને ગુંજા ઉર્ફ બબલૂએ બૃહસ્પતિવારની સાંજે દેવરિયાના છોટી કાશી કહેવાતા શિવ મંદિરમાં લગ્ન કર્યા. આ લગ્નમાં ગુંજાએ વરરાજાની ભૂમિકા ભજવી. કવિતાના સેંથામાં સિન્દૂર લગાવ્યુ. જ્યારબાદ બંનેયે સાત ફેરા લઈને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા. ગુંજા અને કવિતાએ જીવનભર એકબીજાનો સાથ નિભાવવાના સમ ખાધા. 
 
 
સોશિયલ મીડિયા પર થઈ હતી મૈત્રી 
આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે તે પહેલીવાર ઈસ્ટાગ્રામ પર મળી હતી. જ્યારબાદ તેમની ઓળખ વધી. બંનેની એક જેવી પરિસ્થિતિ હતી. જેને કરણે તે એક બીજાના ખૂબ નિકટ આવી ગઈ. બ&નેને જ લગ્ન પછી પોતાના દારૂડિયા જીવનસાથીના હાથે ઘરેલુ હિંસા સહન કરવી પડી. જ્યારબાદ તેમને પોતાના પતિથી તંગ આવીને તેની સાથે સંબંધ તોડી નાખ્યો. 
 
પતિઓથી અલગ થયા બાદ એ બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી. તે ફેસબુક અને ઈસ્ટાગ્રામ ખૂબ વધુ જોતી હતી. આ દરમિયાન પાંચ વર્ષ પહેલા બંનેની એકબીજા સાથે ઓળખ થઈ ગઈ. જ્યારબાદ તેમની વાતચીત થવા માંડી. તેમણે એકબીજાના દર્દને શેયર કરી. આ દરમિયાન તેમની વચ્ચે પાક્કી દોસ્તી થતી ગઈ. તે એકબીજા વગર રહી નહોતી શકતી. જ્યારબાદ તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. 
 
પોતાના લગ્નને લઈને વર બનેલી ગુંજાએ કહ્યુ, અમે અમારા પતિઓની દારૂ પીવાની અને તેમના દ્વારા દુર્વ્યવ્હાર કરવાથી પરેશાન હતા. આ તકલીફે અમને શાંતિ અને પ્રેમનુ જીવન પસંદ કરવા માટે અમને મજબૂર કર્યા. અમે ગોરખપુરમાં એક જોડાના રૂપમાં રહેવા અને જીવનયાપન માટે કામ કરવાનો નિર્ણય લીધો છે. મંદિરના પુજારી ઉમા શંકર પાંડેએ કહ્યુ કે મહિલાઓએ માળા અને સિંદૂર ખરીદ્યુ, અનુષ્ઠાન કર્યુ. 
 
 

સંબંધિત સમાચાર

Next Article