Coronavirus Lockdown: ભારતમાં ફરી આવશે લોકડાઉન ? મોદી સરકારે લીધા ત્રણ મોટા નિર્ણય

Webdunia
શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (14:49 IST)
Corona Lockdown: ચીનમાં કોરોના મહામારીએ એકવાર ફરી હાહાકાર મચાવ્યો છે. સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને દુનિયાભરના વિશેષજ્ઞ તેને લઈને ચિંતા પણ જાહેર કરી ચુક્યા  બીજી બાજુ દુનિયામાં દહેશત ફેલાવી રહેલ આ નવા વૈરિએંટ સામે લડવાની ભારતમાં સ્પીડફુલ તૈયારી ચાલી રહી છે.  સરકારે તેનો સામનો કરવા માટે આજે ત્રણ મોટા નિર્ણય લીધા છે. પહેલો નિર્ણય એ કે નેજલ વૈક્સીનને મંજૂરી મળી ગઈ છે. હવે નાક દ્વારા પણ વૈક્સીન આપવામાં આવશે.  બીજો નિર્ણય એ છે કે 27 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં ઓલ ઈંડિયા મૉક ડ્રિલ કરવામાં આવશે જેથી કોરોનાનો સામનો કરવાની કૈપેસિટીની ટ્રાયલ થઈ શકે અને ત્રીજો નિર્ણય એ છે કે ન્યૂ ઈયર પર નવી એડવાઈઝરી આવી છે. 
 
આજના સમયમાં ચીનમાં જે રીતે કોરોનાએ તબાહી ફેલાવી રાખી છે કંઈક એવી જ હાલત 2020-21માં ભારતમાં હતી. ભારતમાં આ મહામારીનો સૌથી ખરાબ સમય આ દરમિયાન જોવા મળ્યો હતો. કોરોનાના વધતા સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે ભારત બાયોટેક કંપનીની નેજલ વૈક્સીનને મંજૂરી આપી દીધી છે. આ વૈક્સીન આજથી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે. નેજલ વૈક્સીનનો મતલબ એ છે કે વૈક્સીવ ઈંજ્કેશનના દ્વારા નહી બલ્કિ નાક દ્વારા નાખવામાં આવશે અને આ બૂસ્ટર ડોઝના રૂપમાં ઉપયોગ કરવામાં આવશે.   શરૂઆતી ચરણમાં આ વૈક્સીન પ્રાઈવેટ હોસ્પિટલમાં મળશે અને જે લોકોએ કોવિશિલ્ડ અને કોવૈક્સીન વેક્સીન લઈ રાખી ચે તે લોકો પણ ભારત બાયોટેક કંપનીની નેજલ વૈક્સીન લઈ શકે છે. 
 
 તમને જણાવી દઈએ કે દેશમાં હજુ પણ કોરોના નિયંત્રણમાં છે, પરંતુ સરકાર તૈયારીમાં કોઈ કાળજી લેવા માંગતી નથી. 27મી ડિસેમ્બરે દેશભરમાં વિશાળ મોકડ્રીલ થશે. દેશભરની હોસ્પિટલોમાં ઈમરજન્સી મોકડ્રીલ હાથ ધરવામાં આવશે.  આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ એક હોસ્પિટલની મુલાકાત લેશે. આ મોકડ્રીલ દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની તપાસ કરવામાં આવશે જેથી જરૂર પડ્યે કોરોનાના સૌથી મોટા ખતરાનો સામનો કરી શકાય.
 
રાહતની વાત એ છે કે ભારતમાં કોરોનાના કેસ અન્ય દેશોની સરખામણીમાં ઓછા છે. વિશ્વમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ ભારતમાં ઘટી રહ્યા છે. જાપાનમાં કોરોનાના દૈનિક કેસોની સરેરાશ 1.5 લાખથી વધુ છે, દક્ષિણ કોરિયામાં તે 67 હજારથી વધુ છે, અમેરિકામાં દરરોજ સરેરાશ 65 હજારથી વધુ કોવિડ કેસ આવી રહ્યા છે. ફ્રાન્સમાં, આ આંકડો 49 હજારની નજીક છે, જર્મનીમાં પણ દરરોજ લગભગ 33 હજાર કોવિડ કેસ આવી રહ્યા છે, ઇટાલીમાં દરરોજ સરેરાશ 25 હજાર નવા કેસ આવી રહ્યા છે, પરંતુ ભારતમાં આ આંકડો માત્ર 150 આસપાસ છે. અહીં દરરોજ સરેરાશ માત્ર 153 નવા કેસ આવી રહ્યા છે.
 
ભારતમાં કોરોનાના સરેરાશ દૈનિક કેસ કેવી રીતે સતત ઘટી રહ્યા છે. બે મહિના પહેલા, દરરોજ સરેરાશ 1467 નવા કેસ આવતા હતા. તે પછી નવેમ્બર મહિનામાં આ આંકડો વધુ ઘટ્યો. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં દૈનિક કેસ 974 અને નવેમ્બરના બીજા સપ્તાહમાં દૈનિક કેસ ઘટીને 652 થઈ ગયા છે. પછી આ આંકડો 500થી નીચે ગયો. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દૈનિક કેસ ઘટીને માત્ર 221 થઈ ગયા હતા. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં આ આંકડો ઘટીને 180 પર પહોંચી ગયો છે અને આ અઠવાડિયે દૈનિક કેસની સરેરાશ માત્ર 153 છે.

સંબંધિત સમાચાર

Next Article