[$--lok#2019#state#gujarat--$] મુખ્ય પ્રતિદ્વંદી - દેવુસિંહ ચૌહાણ (ભાજપ) બિમલ શાહ (કોંગ્રેસ)
ધોળકાનો પશુ મેળો ગુજરાતમાં વિખ્યાત. ખેડા (નંબર- 17) બેઠક ઉપર ભાજપના દેવુસિંહ ચૌહાણ વિરુદ્ધ બિમલ શાહ ચૂંટણીજંગમાં છે. શાહ કૉંગ્રેસે ચૂંટણીજંગમાં ઉતારેલા એકમાત્ર વણિક ઉમેદવાર છે. ભાજપે ચૌહાણને રિપીટ કર્યા છે, ગત વખતે તેમની સામે કૉંગ્રેસે દીનશા પટેલને ઉતાર્યા હતા.
ધોળકામાં આવેલા લોથલ સંસ્કૃતિના અવશેષો દેશભરના પુરાતત્ત્વવિદોને આકર્ષે છે. આ વિસ્તાર તમાકુના વાવેતર માટે વિખ્યાત છે
દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા અને કપડવંજ આ લોકસભા હેઠળ આવતી વિધાનસભા બેઠકો
930096 પુરુષ, 872965 મહિલા તથા 72 અન્ય સહિત કુલ 1803133 મતદાતા નોંધાયેલા છે.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે. અમિત શાહ જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.