ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. ગુજરાતમાં સરેરાશ સાંજે 6 વાગ્યા સુધીમાં 59 ટકા મતદાન થયું છેમતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની પ્રજાનો આભાર માન્યો હતો. તે સિવાય રૂપાણીએ ભાજપના કાર્યકરો અને મીડિયાનો આભાર માન્યો હતો. રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયા છે જે 23 મેના રોજ પરિણામ આવશે. જો કે ગુજરાતી મતદારોએ 52 વર્ષ જૂનો પોતાનો એક અનોખો રેકોર્ડ બનાવેલો છે, ત્યારે આજે આપણા મનમાં સવાલ થાય છે કે,શું આ વખતે વર્ષ 1967માં બનાવેલો રેકોર્ડ તોડશે કે કેમ. હવે અમેતમને જણાવીશું કે, આ વખતે 1967નો રેકોર્ડ તોડવામાં ગુજરાતની પ્રજા નિષ્ફળ રહી છે.
લોકસભા ચૂંટણી LIVE અપડેટ
-બપોરે પાંચ વાગ્યા સુધીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર 55 ટકા મતદાન નોંધાયું હતું.
ગુજરાતમાં સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર મતદાન નોંધાયું હતું. અહીં 67 ટકા મતદાન નોધાયુ હતું. કચ્છ બેઠક પર 44.77 ટકા, બનાસકાંઠા બેઠક પર 56.50 ટકા, પાટણ બેઠક પર 52.41 ટકા, મહેસાણા બેઠક પર 56.66 ટકા મતદાન, સાબરકાંઠા બેઠક પર 55.59 ટકા મતદાન, ગાંધીનગર બેઠક પર 57.06 ટકા મતદાન, અમદાવાદ ઇસ્ટ બેઠક પર 50.15 ટકા, અમદાવાદ વેસ્ટ પર 48.83 ટકા, સુરેન્દ્રનગર પર 46.23 ટકા, રાજકોટ પર 51.28 ટકા, પોરબંદર પર 42.09 ટકા, જામનગર પર 44.24 ટકા, જૂનાગઢ પર 51.60 ટકા, અમરેલી પર 47.80 ટકા, ભાવનગર પર 53.38 ટકા, આણંદ પર 53.88 ટકા, ખેડા 52.71 ટકા, પંચમહાલ 49.46 ટકા, દાહોદ 56.80 ટકા, વડોદરા 56.71 ટકા, બારડોલી 60.88, સુરત 52.39 ટકા, નવસારી 55.20 ટકા, વલસાડ 62.21 ટકા મતદાન નોંધાયું હતું.
ક્રિકેટર ઇરફાન પઠાણે પરિવાર સાથે મતદાન કર્યું
પૂર્વ ક્રિકેટર નયન મોગિયા અને તેમની ધર્મ પત્નીએ વડોદરાની કેળવણી વિદ્યાલય ખાતેથી મતદાન કર્યું
વાગરા તાલુકાના ઓચ્છણ ગામે મતદાન કર્યા બાદ પરત ફરી રહેલ વૃદ્ધ રસ્તામાં ઢળી પડ્યા બાદ મોત
રાજ્યમાં મતદાનમાં ચોંકાવનારો ટ્રેન્ડ આવ્યો સામે
શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં બંપર વોટિંગ
બપોરે એક વાગ્યા સુધી 39 ટકા મતદાન,
- નાણામંત્રી અને બીજેપી લીડર અરુણ જેટલીએ અમદાવાદથી કર્યુ વોટિંગ
- ચૂંટણી પંચના બપોરે એક વાગ્યા સુધીના આંકડા જાહેર કર્યા છે
- જેમાં મહેસાણમાં 40.70 ટકા, બનાસકાંઠામાં 41.42 ટકા, અમરેલીમાં 36.09 મતદાન થયુ છે
- જ્યારે વડોદરા 41.61 ટકા અને ભરૂચમાં 44.86 ટકા મતદાન નોંધાયુ છે
- સાડા પાંચ કલાક બાદ બપોરે એક વાગ્યા સુધી રાજ્યમાં 39.04 ટકા મતદાન નોંધાયુ
- રાજ્યમાં ચૂંટણી દરમિયાન અત્યાર સુધી ચૂંટણી પંચને 12 ફરિયાદો મળી, કોંગ્રેસે પાંચ ફરિયાદ કરી
- પીએમ મોદીએ હિરાબાના ઘરની બહાર લોકો સાથે મુલાકાત કરી
- માતા હિરાબાએ પુત્ર નરેન્દ્ર મોદીને ચૂંદડી અને શ્રીફળ આપ્યુ, માતાએ સામે આશિર્વાદ અને 501 રૂપિયા આપ્યા, મતદાન માટે રાણીપ જવા રવાનાસીએમ વિજય રૂપાણીએ તમામ 26 બેઠકો જીતવાનો કર્યો દાવો
-ધોળકામાં ઈવીએમ ખોટકાયું
-રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં 4 ઈવીએમ ખોટકાયા
-અમદાવાદના ચાંદલોડિયામાં ઈવીએમ ખોટકાયું
-મતદાનનો શરૂઆતનો અડધો કલાક પૂર્ણ
-બારડોલીના માણેકપોરમાં ઈવીએમ ખોટકાયું
-ગીર સોમનાથના વાવડી ગામે ઈવીએમ ખોટકાયું
-સાબરકાંઠાના તલોદમાં ઈવીએમ ખોટકાયું
-નવસારીમાં બિજલપોરમાં ઈવીએમ ખોટકાયું
-પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું
-પીએમના મતદાન મથક નિશાન સ્કૂલ અમિત શાહ પહોંચ્યા
સુરતમાં EVM ખોટકાતા ધારાસભ્યા ઝંખના પટેલને જોવી પડી રાહ. ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં પણ એક સ્કૂલમાં EVM ખોટકાયુ
- નવસારીના વિજલપોરમાં EVM ખોટકાયુ, સાબરકાંઠાના તલોદમાં અને ગીર સોમનાથના વાવડી ગામે પણ EVM ખોટકાયુ
-વડોદરા જિલ્લા અને શહેરમાં મતદાન કરવા મતદારોની લાંબી લાઇનો લાગી
- બનાસકાંઠા ભાજપના ઉમેદવાર પરબત પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોળે કર્યુ મતદાન
- ગુજરાત રાજ્યના મંત્રી જવાહર ચાવડાએ મતદાન કર્યુ
- પરિવાર સાથે પોરબંદર લોકસભા બેઠક માટે મતદાન કર્યુ
ગીર સોમનાથના વાવડી ગામે ઈવીએમ ખોટકાયું
સાબરકાંઠાના તલોદમાં ઈવીએમ ખોટકાયું
નવસારીમાં બિજલપોરમાં ઈવીએમ ખોટકાયું
પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યું
બનાસકાંઠાનાં ભાજપનાં ઉમેદવાર પરબત પટેલે પરિવાર સાથે મતદાન કર્યું. પરથી ભટોળે પણ મતદાન કર્યું મતદાન શરૂ થતાંની થોડી જ મિનિટોમાં મહેસાણા તથા સુરતમાં EVM ખોટકાયાનાં સમાચાર મળ્યા.. જ્યારે આખા રાજ્યમાં મતદારોનો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.
ગુજરાત (26), કેરળ (20), ગોવા (બે), દમણ અને દીવ (એક), દાદરા અને નગર હવેલી (એક) એમ તમામ બેઠક ઉપર એકસાથે મતદાન યોજાશે. આ સિવાય મહારાષ્ટ્ર (14), કર્ણાટક (14), ઉત્તર પ્રદેશ (10) છત્તીસગઢ (સાત) બિહાર (પાંચ), પશ્ચિમ બંગાળ (પાંચ), આસામ(ચાર), ઓડિશા (છ), ત્રિપુરા (એક) તથા જમ્મુ અને કાશ્મીરની એક બેઠક ઉપર તબક્કાવાર મતદાન યોજાશે.
117 બેઠક સાથે લોકસભા ચૂંટણીનો આ સૌથી મોટો તબક્કો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા લાલકૃષ્ણ અડવાણી ગુજરાત આવીને તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતના 4 કરોડ 51 લાખ મતદારો સાથે દેશના 18 કરોડ 85 લાખ મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાતના 4.51 કરોડ મતદારો પૈકી 2.34 કરોડ પુરુષ મતદારો છે અને 2.16 કરોડ જેટલાં મહિલા મતદારો છે. આ ઉપરાંત 990 જેટલા અન્ય મતદારો છે.
ગુજરાતના 26 બેઠકો પર 371 ઉમેદવારો મેદાનમાં છે, ગુજરાતમાં 51,709 મતદાન મથક ઊભા કરવામાં આવ્યાં છે.
મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને મતદારો અને મતદાન મથક સહિતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 26 લોકસભા બેઠક માટે 4,51,52,373 મતદારોમાં 2,34,28,119 પુરુષ મતદારો, 2,16,96,571 મહિલા મતદારો, 990 થર્ડ જેન્ડર, સેવા મતદારો 26,693, 1,68,054 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે. ઉપરાંત 17,430 મતદાન મથકો શહેરી અને 34,421 ગ્રામ્ય સહિત કુલ 51,851 મતદાન મથકો પર મતદાન યોજાશે. સાથે જ 2,33,775 પોલીસ કર્મીઓ તેનાત રહેશે. મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.
કાળઝાળ ગરમીના કારણે મતદાન બપોરના 1થી 5 સુધી ઘટવાની શક્યતાઓ છે. જેની સામે સવારથી મતદારોની લાંબી લાઈનો લાગશે. ગુજરાતમાં આવતીકાલે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી જાય તેવી આગાહી છે ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ઓછા મતદાનનો ભય છે.