2014માં મોદીનું વાવાઝોડું હતું હવે સુનામી આવી હોવાથી કોંગ્રેસ હતાશઃ મુખ્યપ્રધાન રૂપાણી

Webdunia
શનિવાર, 20 એપ્રિલ 2019 (15:09 IST)
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા અહેમદ પટેલ પર વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હતાશ છે એટલે અત્યારથી ઇવીએમની વાતો કરી રહી છે. આથી અહેમદ પટેલ અધિકારીઓને તતડાવી રહ્યા છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ જીતી તો ઇવીએમ બરોબર હતા. 2014માં નરેન્દ્રભાઇનું વાવાઝોડું હતું આ વખતે સુનામી આવશે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મોટાભાગના શહેરોમાં મેં 75 સભા કરી. સંગઠનથી કામ થઈ રહ્યું છે એક જ મુદ્દો છે મોદી ફરી પીએમ બને. મુખ્ય મુદ્દો એ છે કે આ દેશ કોના હાથમાં સલામત એ મોદી જ કરી શકે તે હિંમતવાળા છે અને દુરંદેશી છે

પાટણમાં કાલે સભા કરશે. કોંગ્રેસ પુરાવા માંગવા નીકળ્યા છે. મનમોહન વખતે મોટો હુમલો તાજ હોટેલ પર થયો હતો તમે શું પગલાં લીધા એ જવાબ આપો, તમારાથી કંઈ થયું નથી. વોટબેંકની લાલચ જ કરી છે. અમે ત્રાસવાદ વિરૂદ્ધ રાજદ્રોહ નહીં કરીએ આવું કહેનાર મતની લાલચ આપી રહ્યા છે. જે માછલી પાણી વગર તરફડે એમ સત્તા વગરના લોકોનું થઈ રહ્યું છે. કોંગ્રેસ મોદીની પાછળ પડી ગઈ છે. મોસાળેમાં પીરસનાર હોય તો ફોનથી કામ પતી જાય છે દિલ્હી જવું પડતું નથી.રાજકોટને એરપોર્ટ, એઇમ્સ મળી, મોદી ગુજરાતીઓનું ધ્યાન રાખે જ છે. કોંગ્રેસના શાસનમાં ઘણા બોમ્બ ધડાકા થયા છે ભાજપના શાસનમાં બોમ્બ ધડાકા થયા નથી. નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે. કોંગ્રેસને આંખના કણાની જેમ ગુજરાત ખૂંચે છે, કોંગ્રેસ ગુજરાત વિરોધી છે. બધાના પેટમાં પાપ છે, બધાને વડાપ્રધાન થવું છે. અમારે જાહરે થઈ ગયા છે ગઠબંધનમાં ટાંટિયા ખેંચ થવાની છે. કેમ કોંગ્રેસ વડાપ્રધાનનું નામ જાહેર કરતી નથી. નોટ બંધીનો નિર્ણય જેવા તેવા લોકો ન લઈ શકે. સરકાર ભાગેડુ છે તેવા લોકોને નહીં છોડે. પિત્રોડા, નવજોત સિદ્ધુ પાકિસ્તાનની દલાલી કરતા હોય તેવા નિવેદનો કરી રહ્યા છે. ચૂંટણીની ગરમા ગરમીમાં બધાએ ધ્યાન રાખવું જોઇએ, જીભ ન લપસવી જોઈએ.
 

સંબંધિત સમાચાર

Next Article