ઉત્તર ગુજરાતની 4 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જણાતો હતો. એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવવાનો વર્તારો અપાયો છે. ઉત્તર ગુજરાતની એક પણ બેઠક પર કોંગ્રેસની લાજ બચાવે તેવું જણાતું નથી. એક્ઝિટ પોલ અનુસાર ભાજપના ઉમેદવારો આગળ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણ બેઠક પર દૂધ સાગર ડેરીએ તેના સભાસદો અને પશુપાલકોને ભાજપને મત નહીં આપવા કહીને રીતસરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો.પરંતુ, મતદારોએ વોટ કોને આપ્યા હતા એ ઈવીએમની ચકાસણી થતાં જે સામે આવ્યું હતું. ઉત્તર ગુજરાતની ચારેય બેઠકોનું પરિણામ ચોંકાવનારું આવી શકે છે તેવી લોકો ચર્ચા થતી હતી પરંતુ પરિણામ એક તરફી જતું હોય તેવું જણાઈ રહ્યું છે. પૂર્વ ઉદ્યોગમંત્રી સ્વ. અનિલ પટેલના ધર્મપત્ની અને ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ કોંગ્રેસના એ જે પટેલથી આગળ ચાલે છે. ભાજપ અને કોગ્રેસે અહીં પાટીદાર ઉમેદવારને ઉતાર્યા છે. કડવા પાટીદારનું સમાજકારણ બંને ઉમેદવારોનું ભાવી નક્કી કરી રહ્યું છે. એક તબક્કે દૂધસાગર ડેરીની અપીલે ભાજપ માટે અહીં ખતરાની ઘંટડી વગાડી હતી પરંતુ વિધાનસભાના પરિણામો જેવું જ પરિણા મળતું દેખાઈ રહ્યું છે. ખેરાલુના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી પાટણ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને હાલના ઉમેદવાર પાછળ છે. નરેન્દ્ર મોદીએ પ્રચારના અંતમાં પાટણની બેઠક પર પ્રચાર કરીને ઉમેદવારોને જીત અપાવવા અપીલ કરેલી અપીલ કામ કરતી જણાઈ રહી છે. ગુજરાત સરકારમાં મંત્રી એવા પરબત પટેલ અને સહકારી ક્ષેત્રના અગ્રણી પરથી ભટોળ વચ્ચેના જંગમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપની બનાસકાંઠામાં જીત નિશ્ચિત જણાઈ રહી છે. ગુજરાત ઠાકોર સેનાના ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી કરીને કોંગ્રેસની બાજી બગાડી દીધી હતી અને અપેક્ષા મુજબ ભાજપને આ બેઠક પર અપક્ષ ઉમેદવારના કારણે ફાયદો થતો દેખાયો હતો. સહકારી ક્ષેત્રના અગ્રણીનું નેટવર્ક સામે મોદી લહેર કંઈ કામ કરતી દેખાઈ ન હતી કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને કોંગ્રેસે ઉતારતા ભાજપે સાબરકાંઠાની બેઠક પર સાંસદ દીપસિંહ રાઠોડને ફરી તક આપી હતી. જેમાં દીપસિંહ રાઠોડ ભાજપની અપેક્ષા પૂર્ણ કરતા દેખાય છે. કોંગ્રેસના ઉમેદવારને તેમણે પાછળ છોડી દીધા છે. અહીં ભાજપની જીત દેખાય છે