Swami Vivekanand- સ્વામી વિવેકાનંદ કોણ હતા

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (17:53 IST)
Swami Vivekanand- સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી હતા જેમણે લોકોને પ્રેમ અને શાંતિનો પાઠ ભણાવ્યો હતો . 
 
નરેન્દ્રનાથ દત્ત 25 વર્ષની ઉંમરે ઘર છોડીને સાધુ બની ગયા. સન્યાસ લીધા પછી તેમનું નામ વિવેકાનંદ પડ્યું.
 
સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી.તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર શિવ ની આરાધના કરતા હતા.જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે.

સ્વામી વિવેકાનંદ ના ગુરુ કોણ હતા
 
સ્વામી વિવેકાનંદના અંતિમ સંસ્કાર બેલુરમાં ગંગાના કિનારે કરવામાં આવ્યા હતા. ગંગાના એ જ કિનારે બીજી બાજુ, તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article