Horoscope Isht Dev: રાશિ મુજબ કયા દેવતાની પૂજા કરવી જોઈએ ? અહી જાણો તમારા ઈષ્ટ દેવ કોણ છે ?

Webdunia
મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (10:59 IST)
Zodiac Signs and Isht Dev: વ્યક્તિના જીવનમાં તેના ગ્રહ અને નક્ષત્રોનુ વિશેષ મહત્વ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે વ્યક્તિના ગ્રહ અને નક્ષત્રનો પ્રભાવ જન્મથી લઈને અંત સુધી કાયમ રહે છે.  જન્મના સમયે ચંદ્રમાની ગોચર અને સ્થિતિ વ્યક્તિની રાશિ નિર્ધારિત કરે છે. રાશિના આધાર પર વ્યક્તિના ઈષ્ટદેવનો પણ અંદાજ લગાવી શકાય છે. આવો જાણીએ જ્યોતિષિઓના કહેવા પ્રમાણે કંઈ વ્યક્તિએ કયા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ. 
 
મેષ - મેષનો સ્વામી ગ્રહ મંગળ છે. તેથી આ રાશિના જાતકોએ ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજીના દર્શન કરો અને ૐ હં હનુમતે નમ: મંત્રનો જાપ કરો. 
 
વૃષભ - વૃષભનો સ્વામી ગ્રહ શુક્ર છે તેથી આ રાશિના જાતકોએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શિવલિંગ પર જળ અર્પિત કરો, ૐ નમ: શિવાયનો જાપ કરો અને દેવી લક્ષ્મીની પૂજા કરો. 
 
મિથુન - મિથુન સ્વામી ગ્રહ બુધ છે તેથી આ રાશિના જાતકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. ગણેશજીની પૂજા કરો, ૐ ગં ગણપતયે નમ: નો જાપ કરો. 
 
કર્ક - કર્ક સ્વામી ગ્રહ ચંદ્રમાં તેથી આ રાશિના જાતકોએ ભગવાન શિવ અને દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ. ચંદ્રમાંની શાંતિ માટે પૂજા કરો. ૐ ચંદ્રાય નમ નો જાપ કરો. દેવી દુર્ગા કે લક્ષ્મીની પૂજા કરો. 
 
સિંહ - સિંહ સ્વામી ગ્રહ સૂર્ય તેથી આ રાશિના જાતકોએ ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ. સૂર્ય દેવને અર્ધ્ય આપો. ૐ સૂર્યાય નમ: નો જાપ કરો. 
 
કન્યા - કન્યા સ્વામી ગ્રહ બુધ તેથી આ રાશિના જાતકોએ ભગવાન ગણેશ અને દેવી સરસ્વતીની પૂજા કરવી જોઈએ. ગણેશજીની પૂજા કરો. સરસ્વતી વંદના કરો અને બુધ ગ્રહ માટે ૐ બ્રાં બ્રીં બ્રૌ સ: બુધાય નમ: નો જાપ કરો. 
 
તુલા - તુલા સ્વામી ગ્રહ શુક્ર તેથી આ રાશિના જાતકોએ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીની પૂજા કરો, ૐ શ્રીં શ્રીં લક્ષ્મી દેવિ નમ: નો જાપ કરો અને ભગવાન શિવની પૂજા કરો. 
 
વૃશ્ચિક - વૃશ્ચિક સ્વામી ગ્રહ મંગળ તેથી આ રાશિના જાતકોએ ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરો. શિવલિંગ પર જળ ચઢાવો અને ૐ હં હનુમતે નમ: નો જાપ કરો. 
 
ધનુ - ધનુ સ્વામી ગ્રહ બૃહસ્પતિ તેથી આ રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુ અને ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ. શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. સૂર્ય દેવને અર્ધ્ય આપો. 
 
મકર - મકર સ્વામી ગ્રહ શનિ તેથી આ રાશિના જાતકોએ ભગવાન શિવ અને શનિદેવની પૂજા કરવી જોઈએ. શનિદેવની પૂજા કરો. "ૐ શં શનૈશ્ચરાય નમ:" નો જાપ કરો અને શિવની પૂજા કરો. 
 
કુંભ - કુંભ સ્વામી ગ્રહ શનિ તેથી આ રાશિના જાતકોએ ભગવાન શિવ અને શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ. શનિના કષ્ટોથી મુક્તિ માટે ૐ શં શનૈશ્વરાય નમ: નો જાપ કરો. ભગવાન શિવ અને ગણેશજીની પૂજા કરો. 
 
મીન - મીન સ્વામી ગ્રહ બૃહસ્પતિ તેથી આ રાશિના જાતકોએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. શિવ પૂજા કરો. દેવી લક્ષ્મીની પૂજા કરો અને બૃહસ્પતિ માટે ૐ બૃં બૃહસ્પતયે નમ: નો જાપ કરો. 
 

સંબંધિત સમાચાર

Next Article