Hastrekha Shastra: હસ્તરેખા શાસ્ત્રમાં હાથની દર રેખાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક તમારા જીવનના કોઈને કોઈ પહેલુ વિશે બતાવે છે. હાથમાં કેટલીક રેખાઓ એવી હોય છે જીવન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્રમાં હાથની દરેક રેખાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક રેખા તમારા જી વનના કોઈને કોઈ પહેલુ વિશે બતાવે છે. હાથમાં કેટલીક રેખાઓ એવી હોય છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે કે કેટલીક રેખાઓ જીવનમાં પડકારોનો પણ સંકેત માનવામાં આવે છે. જો કે આજે અમે તમને એ રેખાઓ વિશે બતાવી રહ્યા છે જેનુ કોઈ પણ વ્યક્તિના હાથમાં હોવુ સકારાત્મકતાનુ પ્રતિક છે. આ રેખાઓ જેના પણ હાથમાં હોય છે, ભાગ્ય તેમનો સાથ આપે છે અને જીવનમાં તેઓ સફળતા પણ મેળવે છે. આવો હવે વિસ્તારથી જાણીએ આ રેખાઓ વિશે.
સૂર્ય અને ગુરૂ પર્વત હોય આ રીતે
જો કોઈ વ્યક્તિના હાથનો ગુરુ પર્વત, જે તર્જની આંગળી(Index Finger)ની નીચે છે અને સૂર્ય પર્વત જે અનામિકા આંગળી (Ring Finger)ની નીચે છે, બંને ઉઠેલા દેખાય તો વ્યક્તિને જીવનમાં ઘણી કીર્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આવા લોકોનો દરજ્જો સમાજમાં ઘણો ઊંચો હોય છે અને કરિયરના ક્ષેત્રમાં પણ ભાગ્ય તેમનો સાથ આપે છે. આવા લોકો તેમના કામમાં પણ ખૂબ જ ઉતાવળા હોય છે, જે કામ લોકો કલાકોમાં પુરુ કરે છે તેને તેઓ થોડીક જ ક્ષણોમાં પુરૂ કરી શકે છે.
મણિબંધમાંથી નીકળેલી રેખા પહોચી જાય શનિ પર્વત સુધી
shani parvat
જો કોઈ વ્યક્તિના હાથના કાંડામાંથી નીકળતી રેખા શનિ પર્વત સુધી પહોંચે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. જો કે, એ જોવું પણ જરૂરી છે કે લાઇન મધ્યમાં કપાઈ ન જાય. આવી રેખા હજારોમાં એક વ્યક્તિમાં જોવા મળે છે, પરંતુ જેના હાથમાં આ રેખા હોય તે જીવનમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. આવા લોકો માત્ર ભાગ્યશાળી નથી હોતા, તેઓ ખૂબ મહેનત પણ કરે છે. તેમનું મન સાફ હોય છે, તેથી તેઓ દરેક કામ ખૂબ સરસ રીતે કરે છે.
sury rekha
હાથમાં બે સૂર્ય રેખા
કોઈની પણ હથેળીમાં બે સૂર્ય રેખાઓનુ હોવુ ખૂબ જ ઓછુ જોવા મળે છે. પરંતુ કેટલાક લોકોના હાથમાં બે સૂર્ય રેખાઓ હોય છે, સૂર્ય રેખા અનામિકા આંગળીના નીચેના સ્થાને બને છે. જે લોકોના હાથમાં આ રેખાઓ હોય છે તેઓ સરકારી ક્ષેત્રોમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે. તમે આવા લોકોને ઉચ્ચ સરકારી હોદ્દા પર બેઠેલા જોઈ શકો છો. તેમના જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિની કમી નથી. તેઓ જે પણ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તેમાં સફળતા મેળવી શકે છે. આવા લોકો રાજાની જેમ જીવન જીવતા માનવામાં આવે છે.
હાથમાં માછલીનું પ્રતીક
જો કોઈ વ્યક્તિના હાથ પર માછલીનું નિશાન હોય તો સમજી લેવું કે તેને તેની પૈતૃક સંપત્તિથી ઘણો ફાયદો થશે. આવા લોકોને જીવનમાં ભાગ્યનો પણ પૂરો સાથ મળે છે. તેમની પાસે ક્યારેય આવકના સ્ત્રોતોની કમી નથી, તેથી જ તેઓ ખૂબ જ સકારાત્મક છે અને જીવનનો આનંદ માણે છે.
હથેળી પર આ ચિહ્નો હોવા ખૂબ જ શુભ હોય છે
નક્ષત્ર ચિહ્ન, ત્રિકોણ અથવા સ્વસ્તિક પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં આમાંથી કોઈ એક પ્રતીક હોય તો તેને ભાગ્યનો પણ ઘણો સાથ મળે છે. આવા લોકો પણ જીવનમાં પ્રગતિના માર્ગ પર આગળ વધે છે અને મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે.