Sun Transit 2021: - 16 જુલાઈને સૂર્યનો રાશિમાં ગોચર, રાશિ પરિવર્તનના દરમિયાન આ રાશિવાળાએ રહેવુ સાવધાન

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (09:07 IST)
સૂર્યનો રાશિ પરિવર્તન મેષથી લઈને મીન રાશિ સુધી બધા 12 રાશિઓને પ્રભાવિત કરશે. કેટલીક રાશિઓને સૂર્ય શુભ તો કેટલીક રાશિઓને અશુભ ફળ આપશે. સૂર્ય રાશિ પરિવર્તન 16 જુલાઈ 2021 શુક્રવારે થઈ 
રહ્યુ છે. આ દરમિયાન સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે. સૂર્યના કર્ક રાશિમાં કર્ક સંક્રાતિના નામથી ઓળખાય છે. 
જ્યોતિષ મુજબ કર્ક સંક્રાતિને છ મહીના ઉતરાયણ કાળનો અંત ગણાય છે. તેની સાથે જા દિવસ જ દક્ષિણાયનની શરૂઆત હોય છે. સૂર્યની આ સ્થિતિ મકર સંક્રાતિ સુધી રહે છે. શાસ્ત્રો મુજબ સૂર્ય દેવની કર્ક 
 
સંક્રાતિના દિવસે ઉપાસના કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ હોય છે. જાણો સૂર્યના રાશિ પરિવર્તન પછી કઈ રાશિને રહેવુ સાવધાન 
 
1. મેષ રાશિ- સૂર્યનો રાશિ પરિવર્તન મેષ રાશિવાળા માટે ઉતાર-ચઢાવ લાવી શકે છે. આ દરમિયાન તમને તમારા માન-સન્માન અને છવિને લઈને સાવધ રહેવુ પડશે. આ દરમિયાન પિતાનો સન્માન અને સૂર્યની 
 
આરાધના કરવી. 
 
2. સિંહ રાશિ - સિંહ રાશિવાળાઓને સૂર્ય ગોચરકાળના દરમિયાન અભિમાનથી દૂર રહેવુ જોઈએ. વાણી પર સંયમ રાખવુ પડશે. સ્વભાવમા વિનમ્રતા બનાવી રાખો. રવિવારના દિવસે સૂર્યદેવની આરાધના કરવી લાભકારી રહેશે. 
 
3. કુંભ રાશિ- કુંભ રાશિમાં દેવગુરૂ બૃહસ્પતિ વક્રી અવસ્થામાં છે. આ દરમિયાન તમને સાવધ રહેવાની જરૂર છે. પૈસાથી સંકળાયેલા બાબતોમાં ખાસ સાવધાની રાખવી. વડીલોનો સમ્માન કરવું. ઉચ્ચાધિકારીઓથી વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article