Chandra Grahan 2021: જાણો ચંદ્ર ગ્રહણથી કંઈ રાશિઓને થશે લાભ અને કોને થશે નુકશાન, જાણી લો આ દિવસના ઉપાય

Webdunia
શુક્રવાર, 19 નવેમ્બર 2021 (06:38 IST)
આ મહિને 19 નવેમ્બરના રોજ ભારતમાં વર્ષનુ અંતિમ ચંદ્ર ગહણ છે. હિન્દુ કેલેન્ડર મુજબ ગ્રહણ કારતક પૂર્ણિમાના દિવસે પડી રહ્યુ છે. અને આ વૃષ રાશિમાં રહેશે. આ વર્ષનુ અંતિમ ચંદ્રગ્રહણ છે, પણ ભારતીયો માટે આંશિક ગ્રહણ લાગશે. 
 
ગ્રહણને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પર જોવા જઈએ તો બધી રાશિઓ પર તેનો પ્રભાવ પડે છે. 19 નવેમ્બર 2021ના રોજ કોઈને લાભ થશે તો કોઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે અમે આપને બતાવી રહ્યા છે ચંદ્રગ્રહણનો રાશિ મુજબ શુ પ્રભાવ પડશે તેના વિશે માહિતી 
 
મેષ રાશિ - આ ગ્રહણ તમારી આવકમાં ફેરફારનો અનુભવ થઈ શકે છે. તેથી તમારે સમજદારીથી નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત તમને કેટલીક તક મળવાની શક્યતા છે, તેથી તેને ચુકશો નહી કારણ કે આ તમાર કેરિયરને વધારી શકે છે. તમે ગ્રહણના દિવસે હનુમાનજીની પૂજા કરો અને તેમની સામે દિવો પ્રગટાવો 
 
વૃષભ રાશિ - આ ગ્રહણ્ણ તમારી રાશિમાં લાગશે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે નિર્ણય લેતી વખતે વધુ સાવધાની રાખો. આર્થિક મોરચે તમે બેકારની વસ્તુઓ પર ખર્ચ કરી શકો છો. તેથી તમારે ખર્ચ પર કડક નજર રાખો. સ્વાસ્થ્યને લઈને તમારો ખ્યાલ રાખો નહી તો પેટ સંબંધી સમસ્યાના શિકાર થઈ શકો છો. આ રાશિન જાતકોએ ચંદ્ર ગહણ સમયે મહામૃત્યુજયનો જાપ કરવો જોઈએ જો તમે સતત વાંચી ન શકો તો તમે  તેને મ્યુઝિક સિસ્ટમ પર આ મંત્ર લગાવી શકો છો 
 
 
મિથુન રાશિ - તમે ખુદને આધ્યાત્મિક રૂપથી પ્રવૃત જોઈ શકો છો અને ધ્યાન કરવામાં શાંતિ પ્રાપ્ત કરી શકો છો. કામકાજના મોરચા પર દિવસ શાંતિપૂર્ણ અને સુખદ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે પણ તમને સલાહ છે કે તમે અનહેલ્ધી ભોજન ન કરો મિથુન રાશિના જાતકોને તનાવથી મુક્તિ માટે આ દિવસે ૐ નમો નારાયણ નમ નો જાપ કરો 
 
કર્ક રાશિ - આ ગ્રહણ તમને સમુહના 11મા ભાવમાં મિત્રતા પર કેન્દ્રીત થશે. તેથી તમે તમારા મિત્રો સાથે થોડો ક્વોલિટી ટાઈમ વિતાવવાની યોજના બનાવી રહ્યા છો તો આ સૌથી સારો દિવસ છે. સાથે જ જો તમે મિત્રોથી દૂર છો તો સંબંધો સુધારવા માટે આ સૌથી સારો દિવસ છે. ચંદ્ર ગ્રહણ પછી સફેદ વસ્તુનુ દાન કરો. ધનની પ્રાપ્તિ થશે 
 
સિંહ રાશિ -  તમારો દિવસ સારો થઈ શકે છે, પણ નિર્ણય લેતી વખતે સતર્ક રહો. કામકાજને લઈને દિવસ સારો રહેશે. આર્થિક રૂપે ધ્યાન આપજો. તમે આ દિવસે ખુશ રહેશો અને તનાવમુક્ત અનુભવ કરશો. તમારે ચંદ્ર ગ્રહ દરમિયાન આદિત્ય હ્રદય સ્ત્રોતનો સતત પાઠ કરવો જોઈએ. પછી ગરીબોને અનાજનુ દાન કરો 
 
કન્યા રાશિ - ગ્રહણ તમને તમારા દિલનુ અનુકરણ કરવાનુ અને એ રસ્તે ચાલવાનુ કહી રહ્યુ છે કારણ કે આ સફળ થશે  તેથી જો તમે કોઈ પ્લાન કરી રહ્યા હોય તો રાહ જોયા  વગર કરી શકો છો કારણ કે તેને માટે આ સૌથી સારો સમય છે. તમારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ તમારા પર ખરાબ પ્રભાવ ઓછો થશે 
 
તુલા રાશિ - આ ગ્રહણ તમારી રાશિ પર સારો પ્રભાવ પાડશે અને વ્યવસાયિક ક્ષેત્ર પર તમને સખત મહેનતનુ ફળ મળી શકે છે.  આર્થિક સમસ્યાઓનુ સમાધાન થશે અને લાભ પ્રાપ્ત થઈ શકે છે. તમને સલાહ છે કે તમે તમારી વાણી પર કાબુ રાખો. નહી તો કામના મોરચે તમને કેટલી કઠિનાઈઓનો સામનો કરવો પડી શકે છે. તમારે બીજ મંત્ર ૐ ક્રી કાલિકે સ્વાહાનો પાઠ કરવો જોઈએ 
 
વૃશ્ચિક રાશિ - આ ગ્રહણમાં તમે લાંબા સમયથી ચાલી રહેલ ભાવનાઓને છોડીને કોઈ નવાને ગળે ભેટીને સંબંધોની એક મજબૂત ભાવનાનો અનુભવ કરી શકો છો. સ્વાસ્થ્યના મોરચે દિવસ ખુશનુમા રહેશે. તમને  હેલ્ધી ભોજન કરવાની સલાહ છે. ગ્રહણ સમયે આપ હનુમાન ચાલીસનો પાઠ જરૂર કરો 
 
 
ધનુ રાશિ - જો તમે છેલ્લા કેટલાક દિવસોથી આળસનો અનુભવ કરી રહ્યા છો તો ગ્રહણ્ણ તમને ફરીથી ટ્રેક પર લાવવામાં મદદ કરશે. તમે તમરો ખ્યાલ રાખો અને તનાવ પર કાબુ મેળવો. કાર્યના મામલે ખુશ રહેશો. હનુમાન ચાલીસનો પાઠ કરવો તમારે માટે સારુ રહેશે 
 
મકર રાશિ - આ ગ્રહણ તમારી માટે રચનાત્મક રહેશે. જો તમે એવો અનુભવ કરી રહ્યા છો કે રોમાંસ તમારા લાઈફમાંથી ગાયબ થઈ રહ્યો છે તો ગુમાવેલો પ્રેમ જગાવવા માટેનો આ યોગ્ય સમય છે. કામકાજ માટે સારો દિવસ. વાણી પર કાબુ રાખવાની જરૂર શત્રુઓ સાથેની કડવાશ સુધારવા તમે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો 
 
 
કુંભ - તમારો દિવસ ખૂબ સારો રહી શકે છે કારણે કે ગ્રહણ તમારા પક્ષમાં છે. આર્થિક મોરચે વસ્તુઓ સુચારુ રહેશે. કામકાજના મોરચે તમને નવી જવાબદારીઓ મળી શકે છે. 
અને તમારા કાર્યની તમને પ્રશંસા મળશે. આપ આ દિવસે શનિદેવની ઉપાસના કરો અને કાળી વસ્તુઓનુ દાન કરો 
 
 
મીન રાશિ - કામકાજના મોરચે તમને તમારી મહેનત અને સારા કાર્યનુ ઈનામ મળી શકે છે. સાથે જ તમને પ્રમોશન પણ મળી શકે છે.  જો કે સ્વાસ્થ્યના મોરચે તમે તમારો ખ્યાલ રાખો. ખાસ કરીને તમે અસ્વસ્થતથી પીડિત છો. નાણાકીય ખર્ચ અને ઋણની ચુકવની કરવામાં આવશે. તમારે ગ્રહણ સમયે વિષ્ણુ સહસ્ત્રનામનો સતત પાઠ કરતા રહેવુ જોઈએ. લાભ થશે. 
 

સંબંધિત સમાચાર

Next Article