વર્ષ 2020 ના જૂન મહિનાની શરૂઆતમાં વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 5 જૂને જ થશે. કોરોના સમયગાળાની આ આપદામાં, આ ચંદ્રગ્રહણ ખગોળશાસ્ત્ર તેમજ જ્યોતિષ શાસ્ત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તો ચાલો આજે આ લેખમાં અમે તમને જણાવીએ, વર્ષ 2020 ના બીજા ચંદ્રગ્રહણને લગતી દરેક માહિતી સાથે જ બતાવીશુ તમારી રાશિ પર આ ગ્રહણની શું અસર થશે. તો આવો જાણીએ 12 રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણની અસર.
મેષ - આ ચંદ્રગ્રહણ તમારા આઠમા ઘરમાં રહેશે, જેના કારણે તમારે તમારા આરોગ્ય વિશે સૌથી વધુ કાળજી લેવાની જરૂર રહેશે. આવી સ્થિતિમાં, યોગ્ય ખોરાક લઈને ખુદને તાણથી દૂર રાખવાનો પ્રયાસ કરો. ઉપરાંત, માતા સાથેના તમારા સંબંધો માટે, સમય થોડો પ્રતિકૂળ રહેશે.
ઉપાય - તમારા રાશિ સ્વામી મંગળ ના મંત્રનો જાપ કરો અને ગ્રહણ પછી ગરીબોની મદદ કરો. મંત્ર છે - ૐ ક્રાં ક્રી ક્રૌ. સ: ભૌમાય નમ:
વૃષભ રાશિ - આ ગ્રહણ દરમિયાન, તમારે તમારા જીવનસાથી સાથેના સંબંધને સુધારવા માટે વધુ પ્રયત્નો કરવાની રહેશે. કારણ કે આ ચંદ્રગ્રહણ તમારા સપ્તમ ભાવને પ્રભાવિત કરશે. આ સાથે, તમને સલાહ આપવામાં આવે છે કે તમારા સહકાર્યકરો સાથે સ્પષ્ટ વાતચીત કરો અને કામ પર થતી કોઈપણ ગેરસમજોને ટાળવા માટે યોગ્ય દસ્તાવેજોની કાર્યવાહી કરીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.
મિથુન રાશિ - આ ગ્રહણ તમારા સાતમાં ભાવમાં લાગશે. આવી સ્થિતિમાં, તમારે તમારી જાતને તમામ પ્રકારના વિવાદ અથવા ઝગડાથી દૂર રાખવાની જરૂર રહેશે. ઉપરાંત, શરૂઆતથી જ તમારા ખર્ચ પર કાબુ લગાવો નહી તો તમને કર્જ કે ઉધાર પૈસા પર નિર્ભર રહેવુ પડી શકે છે. બુધ મંત્રનો જાપ કરો. ગરીબોને ગ્રહણ પછી ખીરનુ દાન કરો મંત્ર ઑમ એ સ્ત્રી બુધાય નમ
કર્ક રાશિ - આ સમય દરમિયાન, તમારા મનમાં નકારાત્મક વિચારો વધશે, પરિણામે તમે તનાવ અને થાક અનુભવો છો. કારણ કે આ ગ્રહણ તમારા પંચમ ભાવને પ્રભાવિત કરશે. આવી સ્થિતિમાં યોગ અને વ્યાયામની મદદ લો અને દરેક પ્રકારના નકારાત્મક વિચારોથી પોતાને દૂર રાખો. સમય મળતા ક્રિએટિવ કાર્ય કરો. પરિવારના બાળકો સાથે પણ સમય પસાર કરો. ઉપાય ગાયત્રી મંત્રનો જાપ કરો ગરીબોને ગ્રહણ પછી જરૂરી વસ્તુઓનુ દાન
સિહ રાશિ - ચોથું ઘર અને ચંદ્રમાં બાળપણને દર્શાવે છે. આવી સ્થિતિમાં, આ ગ્રહણ દરમિયાન, એવી શક્યતા છે કે અગાઉની કેટલીક સમસ્યાઓ તમને ફરીથી પરેશાન કરશે. તેથી, સમયસર તેમની ઓળખ કરીને, તેમને સુધારવા માટે આ સમય શુભ છે. આ સિવાય જો તેના પરિવારના સભ્યો સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો ઉકેલ લાવવા માટે પણ સમય સારો રહેશે. તમારી માતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત રહેવાની પણ તમને સલાહ આપવામાં આવે છે.
કન્યા રાશિ - આ ગ્રહણ દરમિયાન, તમારુ આર્થિક જીવન સૌથી વધુ પ્રભાવિત થશે. આ ઉપરાંત, કાર્યસ્થળ પર કોઈપણ કાર્યને લઈને કોઈ વચન સમજી વિચારીને આપજો. કારણ કે ડર છે કે તમને કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી શકે છે, જેના કારણે તમે સમયસર તેને પૂર્ણ કરવામાં નિષ્ફળ થઈ શકો છો. ભાઈ-બહેનો સાથે સમય પસાર કરવો તમારા માટે સારું રહેશે.
ઉપાય - બુધ ના મંત્રો નો જાપ , ગરીબોને ગ્રહણ પછી લીલા શાકભાજીનુ દાન
તુલા રાશિ - કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે, કેટલીક સમસ્યાઓ અને ગેરસમજનો ભય છે. આવી સ્થિતિમાં, તમારે વધુ હોશિયારી અને યોગ્ય રણનીતિ સાથે કાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે. પિતાની ખરાબ તબિયત પારિવારિક વાતાવરણ બગાડશે. જો કે વેપારીઓને સારો ફાયદો થવાના યોગ બની રહ્યા છે.
ઉપાય - શુક્ર ના મંત્રોનો જાપ કરો. ગરીબોને ગ્રહણ પછી ગરીબને ઘી નુ દાન કરો
વૃશ્ચિક રાશિ - આ ગ્રહણ તમારી જ રાશિ એટલે કે તમારા પ્રથમ ભાવને અસર કરશે, જેના કારણે તમારે તમારી છબીને લઈને સાવધાની રાખવાની જરૂર રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવચેત રહો, કારણ કે વાહન ચલાવનારા જાતકો સાથે કોઈ દુર્ઘટના થવાની આશંકા છે.
ઉપાય - શિવ ભગવાનની આરાધના કરો.
ધનુ રાશિ - આ ગ્રહણ દરમિયાન તમારી પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, અને તમે તમારા લગ્ન જીવનનો આનંદ લેતા જોવા મળશો. જો કે, આ સમય દરમિયાન જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવશે, પરંતુ તમે તેને સરળતાથી પાર કરવામાં સફળ રહેશો. તમને ઉતાવળથી થતા રોકાણથી દૂર રહેવાની અને તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.
મકર રાશિ - નાણાકીય જીવન માટે સમય શુભ રહેશે અને કામના અતિરેકને કારણે તમે આ સમયે તમારી જાતને થોડી વધુ વ્યસ્તતાનો અનુભવ કરશો. આવી સ્થિતિમાં, તમારે તમારા જીવનસાથી અથવા પ્રેમીને સમય આપવાની જરૂર રહેશે.
ઉપાય - શનિ મંત્ર નો જાપ ગરીબને સરસવનુ દાન
કુંભ રાશિ - કુંભ રાશિના જાતકોને આ ગ્રહણ દરમિયાન કાર્યક્ષેત્ર પર કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ સમયે તમારા શત્રુ સક્રિય રહેશે અને વરિષ્ઠ અધિકારીઓ પણ તમારાથી થોડો અસંતુષ્ટ દેખાશે. આ સમય દરમિયાન, તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ કમજોર રહી શકે છે. તેથી તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો, તમારી ખાવાની આદતોમાં સુધારો કરો.
ઉપાય - શનિ મંત્રનો જાપ ગરીબોને ગ્રહણ પછી તેલ અને મીઠાઈનુ દાન
મીન રાશિ - આ સમયે, તમારી કાર્યક્ષમતા વધશે, જેના કારણે તમે તમારા ભૂતકાળના તમામ અધૂરા કાર્યો પૂર્ણ કરી શકશો. કોઈ વડીલ કે ગુરુ જેવા વ્યક્તિની સલાહ લેવી તમારા માટે સારું રહેશે, કારણ કે આ સમય દરમિયાન તમારી આધ્યાત્મિકતા પ્રત્યેની રુચિ વધશે. સાથે જ આ સમયે સારી વ્યવસાયની તકો પ્રાપ્ત થશે, પરંતુ સંતાન પક્ષ સાથેના સંબંધોમાં અંતર આવવાની સંભાવના છે.