Chandra Grahan 2020: જાણો ચંદ્રગ્રહણની તમારી રાશિ પર શુ રહેશે અસર

Webdunia
ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (12:54 IST)
10 જાન્યુઆરીએ વર્ષ 2020નુ પ્રથમ ચંદ્ર ગ્રહણ પડી રહ્યુ છે. આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ એ ગ્રહણ હોય છે જે પૂર્ણ ગ્રહણ અને આંશિક ગ્રહણ કરતા ખૂબ નબળુ હોય છે. આ ગ્રહણને લોકો સ્પષ્ટરૂપે જોઈ શકતા નથી. 
 
ચંદ્રગ્રહણ આ વખતે મિથુન રાશિમાં લાગશે. બધી રાશિઓ પર તેની શુભઅશુભ અસર જોવા મળશે. તો આવો જાણીએ 12 રાશિઓ પર ચંદ્રગહણનો શુ પ્રભાવ રહેશે તેની માહિતી.. 
 
મેષ - મેષ રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં કમી આવી શકે છે. ભાઈ બહેનોને સાથે બોલચાલ અને બદનામીના યોગ બની રહ્યા છે.  માન સન્માનમાં કમી આવશે. 
 
વૃષભ રાશિ - ગ્રહણના પ્રભાવથી તમારી વાણીમાં કડવાશ આવી શકે છે. ધન હાનિના યોગ બની રહ્યા છે. ખર્ચ વધવાની પ્રબળ શક્યતાઓ છે. 
 
મિથુન 0 મિથુન રાશિ પર ગ્રહણનો વિપરિત પ્રભાવ તેમના આરોગ્ય પર પડશે.  વૈવાહિક જીવન પર પણ તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે.   પાર્ટનર સાથે વિવાદ થશે. 
 
કર્ક રાશિ - વિદેશ જવાના યોગ બની રહ્યા છે. તમારા વધેલા ખર્ચ પર લગામ લાગશે.  જો કે આરોગ્ય પર વિપરિત અસર પડી શકે છે.  
 
સિંહ - સિંહ રાશિના જાતકો પર ગ્રહણની આવક પર વિપરિત અસર પડી શકે છે. મોટા ભાઈ બહેનો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પર પર તેની ખરાબ અસર જોવા મળી શકે છે. 
 
કન્યા - આ દરમિયાન કાર્યક્ષેત્રમાં તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે.  તમારે સાવધાની પૂર્વક કામ કરવુ પડશે.  પિતાના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડશે. 
 
તુલા - તમારા ભાગ્યમાં કમી આવશે.  તમારા બનતા કાર્ય બગડી શકે છે. આ દરમિયાન તમારે ખૂબ જ સાચવીને ચાલવુ પડશે. 
 
વૃશ્ચિક - વાહન સાવધાનીપૂર્વક ચલાવો નહી તો તમારુ એક્સીડેંટ થઈ શકે છે અને તેમા તમે ગંભીર રૂપે ઘાયલ પણ થઈ શકો છો. પરિવારમાં કોઈ સભ્યના ખરાબ આરોગ્યને કારણે ધન ખર્ચ થઈ શકે છે. 
 
ધનુ - વૈવાહિક જીવન પર વિપરતિ અસર પડશે.  જીવનસાથીની તબિયત ખરાબ થઈ શકે છે. ભાગીદારીથી સંબંધો બગડી શકે છે. 
 
મકર - તમારા પર ગ્રહણનો અનુકૂળ પ્રભાવ પડશે.  તમારુ આરોગ્ય સારુ રહેશે.  શત્રુઓ પર તમે હાવી રહેશો 
 
કુંભ - ગ્રહણના પ્રભાવથી તમારા લવ રિલેશનશિપમાં સમસ્યા આવશે. પ્રિયતમ સાથે અનબન થઈ શકે છે.  સંતાનને પણ કોઈ પ્રકારનુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે. 
 
મીન - તમારા સુખમાં કમી આવશે. માતાજીનુ આરોગ્ય બગડી શકે છે. પ્રોપર્ટીને લઈને પરિવારમાં ક્લેશ થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article