હિન્દુ ધર્મમાં લગ્ન ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે. આપના ધર્મમાં લગ્ન ફકત બે લોકોનુ બંધન નથી પણ બે પરિવારનુ પણ બંધન છે. લગ્ન કરત પહેલા તેનુ સાચુ મુહૂર્ત અને શુભ તિથિનુ હોવુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેને આપણે શુભ લગ્નના નામે પણ જાણીએ છીએ.
આ વર્ષે એટલે કે 2019માં નવેમ્બરના મહિનાથી એકવાર ફરીથી લગ્નના શુભ મુહુર્ત શરૂ થવા જઈ રહ્યા છે. હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશી પછી બધા માંગલિક કાર્યક્રમ બંધ થઈ જાય છે. એવુ કહેવાય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિનાની ઉંઘમાં સૂઈ જાય છે. દેવોત્થાન એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ પરત જાગે છે અને ત્યારબાદથી લગ્ન જેવા માંગલિક કાર્યક્રમ ફરીથી શરૂ થઈ જાય છે.
આ વર્ષે દેવોત્થાન એટલે કે દેવઉઠની એકાદશી 8 નવેમ્બરના રોજ આવી રહી છે. બસ આ જ દિવસથી બધા માંગલિક કાર્ય શરૂ થઈ જશે. અહી અમે તમને લગ્ન માટે શુભ તિથિ અને નક્ષત્ર બતાવી રહ્યા છે.
લગ્ન એક પવિત્ર બંધન છે. જેમા ઘણા વિચાર ચર્ચા પછી કુંડળી મિલાન કરવામાં આવે છે. ત્યારબાદ જ લગ્નનુ શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે. તેમા ગ્રહો અને નક્ષત્રનુ વિશ્લેષણ કરવામાં આવે છે.