મેષ :- મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. શારીરીક અને માનસિક રીતે શિથિલતાનો અનુભવ કરશો. વધુ પરિશ્રમ કરવા છતા ઓછી સફળતા મળશે.
વૃષભ :
આજે કોઇ કાર્ય કરવામાં દ્રુઢ. મનોબળ અને આત્મવિશ્ર્વાસ જળવાઇ રહેશે સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. કાર્યનું ફળ પણ તમને અપેક્ષાનુસાર મળશે.
મિથુન :
નવી યોજનાઓ પ્રારંભ કરવા માટે આજનો દિવસ શુભ છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે.
કર્ક :
યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે શારિરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ રહેશે. મનમાં દુ:ખ અને અસંતોષની ભાવના રહેશે.
સિંહ :
સામાજિક ક્ષેત્રોમાં સફળતાનો યોગ છે. ભવન નિર્માણ સંબંધી કાર્યો થશે. ખર્ચ, પ્રવાસ વગેરેના યોગ છે. નવા સંબંધ બની શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ કોઇપણ કાર્ય કરવામાં નિર્ણય ત્વરિત લઇ શકશો.
કન્યા :
આજે તમારે અહમને કોઇ ઠેસ ન પહોંચાડે અને કોઇની સાથે ઝઘડો ન થાય તેવું ધ્યાન રાખવાની સલાહ છે. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્ન કરવો પડશે
તુલા - સંતોષપ્રદ વાતાવરણ રહેશે. કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભવના છે. વિચારેલું કાર્ય સમય પર થશે. વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે. વિશેષ ઉન્નતિકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે. જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે. ગુસ્સા પર કાબૂ રાખવો.