* સંક્રમણ અને વિકિરણોથી બચવા માટે તુલસીનો પ્રયોગ કરો. ગ્રહણ લાગતા પહેલા અને બે દિવસ પછી સુધીના સંક્રમણ કાળમાં કોઈ શુભ કે વધારે મહ્ત્વપૂર્ણ કાર્ય , લગ્ન નિર્માણ નવા ધંધાની શરૂઆત ન કરવી જોઈએ.
* જેની સાઢેસાતી ચાલી રહી હોય એ જાતક એમના વજન જેટલુ અનાજ દાન કરી શકે છે અથવા 12 કિલો આ અનાજ જુદા-જુદા કવરમાં નાખી દાન આપી શકો છો.
* કાલસર્પ દોષના જાતક ખાસ જાપ, મહામૃત્યુંજય મંત્ર રાહુ-કેતુના મંત્ર જાપ કરી શકે છે.
*વ્યાપાર વૃદ્ધિ માટે દુકાનના ગલ્લામાં દક્ષિણાવર્તી શંખ, 7 નાના નારિયળ, 7 ગોમતી ચક્ર મુકો.
* રોગ મુક્તિ માટે ગ્રહણ કાળમાં મહામૃત્યંજય મંત્રના જાપ કરતા મહામૃત્યુંજય યંત્રનો અભિષેક કરો. કાંસાની વાટકીમાં ઘી ભરી, એક રૂપિયો કે ચાંદી કે સોનાના ટુકડો નાખો. એમાં રોગી એમની છાયા જુએ અને દાન કરી દો.
* ધન પ્રાપ્તિ માટે શ્રીયંત્ર કે કુબેર યંત્ર પૂજા સ્થાન પર અભિમંત્રિત કરીને મુકો.
* ગ્રહણ કાળમાં કાલસર્પ યોગ કે રાહુ દોષની શાંતિ કોઈ સુયોગ્ય કર્મકાંડી(બ્રાહ્મણ) દ્વારા કરાવો.