2018માં ધનવાન બનવા માટે નામ રાશિ પ્રમાણે કરો આ ઉપાય.. દૂર થશે કંગાલી

Webdunia
શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (12:54 IST)
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય અને તેને કારણે કાર્યોમાં સફળતા નથી મળી થઈ રહી તો રાશિ મુજબ ઉપાય કરી શકાય હ્ચે. આ ઉપાયોથી ધન સંબંધી કાર્યોમાં આવી રહેલ અવરોધો, ઘર-પરિવારના અનેક દોષ દૂર થઈ શકે છે અને ભાગ્યોદોય થઈ શકે છે. જાણો રાશિ મુજબ ઉપાય ... 
 
મેષ રાશિ - ઘરની દક્ષિણ દિશામાં ગોળનો ટુકડો છોડીને પ્રસ્થાન કરો. તેનાથી કાર્યમાં પ્રગતિ થશે અને યાત્રામાં સફળતા મળશે. દરેક મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
વૃષભ રાશિ - નિયમિત રૂપે કાચા ચોખા સફેદ ગાયને ખવડાવવાથી ધન લાભ થઈ શકે છે. કોઈપણ શુક્રવારથી આ ઉપાય શરૂ કરો. તેનાથી ધન સંબંધી કાર્યોમાં સફળતા મળી શકે છે. 
 
3. મિથુન રાશિ - દર બુધવારે મગનું દાન કરો. કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યનો સામાન દાન કરો. સફેદ ગાયને લીલુ ઘાસ ખવડાવો. સમય સમય પર કોઈ કિન્નરને ધનનુ દાન કરો. 
 
4. કર્ક રાશિ - દરરોજ ઘરની પશ્ચિમ દિશામાં કબૂતરોને જુવારના દાણા ખવડાવો. આવુ કરવાથી ઘરના બધા દોષ શાંત થઈ જાય છે. દર મહિનામાંથી બે ચોથ આવે છે આ બંને તિથિના દિવસે ચંદ્રનુ પૂજન કરો. 
 
5. સિંહ રાશિ - રોજ રાત્રે તાંબાના લોટામાં જળ ભરો અને સવારે જલ્દી ઉઠીને તમારા ઘરની પૂર્વ દિશામાં આ જળને છાંટો. સૂર્યને રોજ જળ ચઢાવો. 
 
6. કન્યા રાશિ - તમારા ઘરની ઉત્તર દિશામાં ગાયને લીલુ ઘાસ ખવડાવો. જો શક્ય હોય તો દર બુધવારે કોઈ ભિક્ષુકને આખા મગ અને ગોળનુ દાન કરો.  લીલા રંગનો રૂમાલ હંમેશા તમારી સાથે રાખો. 
 
7. તુલા રાશિ - કોઈપણ શુક્રવારે સવારના સમયે ઘરના વાયવ્ય કોણ (પશ્ચિમ-ઉત્તર દિશા)માં સફેદ કપડામાં ચોખા બાંધીને લટકાવી દો. શુક્રવારે કોઈ ગરીબ બાળકને દૂધનુ દાન કરો. 
 
8. વૃશ્ચિક રાશિ - તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં જવને લાલ કપડામાં બાંધીને મુકો. આવુ કરવાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ નહી કરે. રાશિ સ્વામી મંગળ માટે મસૂરની દાળ અને લાલ કપડાનું દાન કરો. 
 
9. ધનુ રાશિ - તમારે માટે ઘરનુ ઈશાન ખૂણો (ઉત્તર પૂર્વ દિશા) પૂજન કર્મ માટે શ્રેષ્ઠ છે. અહી ભગવાન વિષ્ણુની શત નામાવલી કે સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો. 
 
10. મકર રાશિ - ઘરની પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ લગાવો. દરરોજ આ છોડમાં જળ અર્પિત કરો. યોગ્ય દેખરેખ કરો. આવુ કરવાથી રોકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે. 
 
 
11. કુંભ રાશિ - ઘરની પશ્ચિમ ઉત્તર દિશાને હંમેશા સ્વચ્છ રાખો. આ સ્થાન પર ઉપયોગી કાગળને જ સ્થાન આપો. જો કાગળ ખૂબ વધુ છે તો કોઈ અન્ય સ્થાન પર તેને મુકી શકો છો. 
 
12. મીન રાશિ - ઘરના પૂર્વોત્તર (પૂર્વ-ઉત્તર) દિશામાં દેવી દેવતાઓના મંદિર બનાવો. પ્રયાસ કરો કે ઘરમાં મંદિર, રસોઈ ઘર એક સાથે ન હોય. શિવજીને બેસનથી  બનેલા લાડુનો ભોગ લગાવો. 

સંબંધિત સમાચાર

Next Article