જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક જાતકની ચદ્ર રાશિ હોય છે અને દરેક ચન્દ્ર રાશિનો સ્વામી ગ્રહ હોય છે. આ રીતે દરેક ગ્રહનો એક ઈષ્ટ દેવતા પણ હોય છે. જો કોઈ સ્વામી ગ્રહના ઈષ્ટ દેવતાને પ્રસન્ન કરી લે તો કોઈ પણ જાતકના જીવનમાં આવતી મુશ્કેલીઓથી છુટકારો મળે છે.
મેષ - રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે આ રાશિના જાતકોના જીવનમાં આવી રહેલી બધી સમસ્યાઓ માટે જો ભગવાન હનુમાનજીની આરાધના કરવામાં આવે તો આ ખૂબ મદદગાર સિદ્ધ થઈ શકે છે.
મંત્ર- ૐ હનુમતે નમ: નો જાપ દરરોજ કરવાથી, આર્થિક અને નાણાકીય ક્ષેત્રમાં લાભ મળે છે.
વૃષભ - રાશિનો સ્વામી ગ્રહ શુક્ર ગણાય છે. આ રાશિના જાતકોએ ધન સંબંધિત બધી સમસ્યાઓના અંત માટે માતા દુર્ગાની પૂજા કરવી લાભદાયક સિદ્ધ હોઈ શકે છે.
મંત્ર- ૐ દુર્ગાદેવયૈ નમ:ના જાપથી નાણાકીય સમસ્યાઓના અંત હોય છે.
મિથુન - નો સ્વામી ગ્રહ બુધ ગણાય છે. આ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી પ્રસિદ્ધી મળી શકે છે.
મંત્ર - ૐ ગં ગણપતે નમ:ના જાપથી નોકરી અને ધંધામાં આવી રહેલ પરેશાનીઓનો અંત થાય છે.
કર્ક - રાશિ જાતકોમાં ચંદ્રમા ગ્રહ રાશિનો સ્વામી હોય છે. જ્યોતિષ મુજબ ચંદ્રમા પર ભગવાન શિવનું રાજ છે. આ રાશિના જાતકોને ધન સંબંધિત લાભ પ્રાપ્ત કરવા હોય તો ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
મંત્ર- ૐ નમ:શિવાય મંત્રના હમેશા જાપ ફળદાયક સિદ્ધ હોય છે.
સિંહ - રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે સિંહ રાશિના જાતકોને ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને નિત્ય તેમને અર્ધ્ય આપવાથી ઉર્જા મળે છે.
મંત્ર - ૐ સૂર્યાય નમ:નો જાપ કરવાથી લાભ મળે છે.
કન્યા - રાશિનો સ્વામી બુધ ગ્રહ ગણાય છે. આ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી તરત જ ધન સંબંધિત સમસ્યાઓમાં લાભ થાય છે.
મંત્ર ૐ ગં ગણપતે નમ:મંત્રનો જાપ દરરોજ સવારે-સાંજે કરવાથી લાભ મળે છે.
તુલા - રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તુલારાશિવાળાને દેવી લક્ષ્મીજીની પૂજા લાભદાયક ગણાય છે. તુલા રાશિના જાતક દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરી લે તો ધન સંબંધિત સમસ્યાઓનો અંત થઈ જાય છે.
મંત્ર- ૐ મહાલક્ષ્મયૈ નમ: મંત્રનો જાપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.
વૃશ્ચિક - રાશિનો ગ્રહ મંગળ છે. વૃશ્ચિક રાશિવાળા માટે હનુમાનજીની પૂજા શુભ જણાવી છે.
મંત્ર- ૐ હં હનુમતે નમ: મંત્રના જાપથી શારીરિક દુખાવો અને ધન સંબંધિત દુખાવાનો અંત થાય છે.
ધનુ રાશિ - બૃહસ્પતિ ગ્રહ સાથે સંબંધ રાખે છે. ધનુ રાશિ વાળા માટે ભગવાન વિષ્ણુની પૂજા શુભ હોય છે.
મંત્ર ૐ શ્રી વિષ્ણવે નમ: મંત્રના હમેશા જાપથી ધંધામાં લાભ થાય છે.
મકર - રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેથી શનિ કે હનુમાનજીની પૂજા, આ રાશિના જાતકો માટે શુભ હોય છે.
મંત્ર - ૐ શમ શનિશ્વરાયે નમ: મંત્રનો જાપ કરવથી મુશ્કેલીઓ દૂર હોય છે. અને સુખ શાંતિ મળે છે.
કુંભ - નો સ્વામી શનિ છે. શનિના ગુરૂ ભગવાન શંકર ગણાય છે. તેથી આ રાશિવાળાને શનિની સાથે-સાથે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ.
મંત્ર- ૐ મહામૃત્યુંજય નમ: મંત્રનો જાપ દરરોજ સવારે સાંજે 108 વાર કરવાથી બધા પ્રકારના દુખ દૂર હોય છે.
મીન - રાશિનો સ્વામી બૃહસ્પતિ કહેવાય છે. આ રાશિના જાતકોએ ભગવાન નારાયણનું ધ્યાન અને મંત્ર જાપ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાં લાભ મળે છે.
મંત્ર - ૐ નારાયણા નમ: અને ૐ ગુરૂવે મંત્રનો જાપ શુભ ફળ આપે છે.