રાશિફળ 2018 મુજબ શરૂઆતની રાશિઓ માટે વાહન સુખના યોગ બની રહ્યા છે. વાહન સુખ વ્યક્તિને ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે કુંડળીમા શુક્ર પણ જ્યારે મજબૂત હોય છે તો જાતકને વાહનનું સુખ મળે છે.
વાહન તમે ત્યારે ખરીદી શકો છો જ્યારે તમારા પર શનિની કૃપા રહે. સાથે જ વાહન સુખનો આનંદ ત્યારે મળશે જ્યારે કે શુક્ર તમારો મજબૂત હોય. જ્યોતિષ મુજબ વાહન સુખ રાહુ અને મંગળ બાધક હોય છે. જાણો વર્ષ 2018 માટે તમારી રાશિ મુજબ તમારા માટે કયા રંગનુ વાહન લકી રહેશે.
મેષ - આ રાશિના જાતક માટે વાદળી રંગનુ વાહન ભાગ્યશાળી સાબિત થશે. કાળા કે ભૂરા રંગનું વાહન ખરીદતા બચવુ જોઈએ. વાહનમાં હનુમાનજીની પ્રતિમા લગાવો. આ દુર્ઘટનાથી તમને બચાવશે.
મિથુન - તમારી રાશિ માટે નવા વર્ષે ક્રીમ અને લીલા રંગનુ વાહન લકી સાબિત થશે. વાહનમાં વિધ્નહર્તા ગણેશજીની મૂર્તિ લગાવવી તમારે માટે શુભ રહેશે.
કર્ક - આ રાશિના જાતક માટે સફેદ અને લાલ રંગના વાહન અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. નવા વર્ષમાં આ રંગના વાહનનો પ્રયોગ તમને બધી રીતે લાભદાયક સાબિત થશે. વાહનમાં હનુમાનજીની પ્રતિમા લગાવો.
સિંહ - નવા વર્ષમાં તમારી રાશિ માટે ગ્રે અને સ્લેટી કલરના વાહનનો પ્રયોગ તમારે માટે ઉત્તમ રહેશે. વાહનમાં ગાયત્રી મંત્ર લખાવવુ તમારે માટે ભાગ્યશાળી રહેશે. સાથે જ વાહનમાં ગાયત્રી માતાની પ્રતિમા પણ લગાવો.
કન્યા - નવા વર્ષમાં તમારે માટે સફેદ કે ભૂરા રંગનુ વાહન ઉત્તમ રહેશે. લાલ રંગ કે લાલ શેલ્ડના વાહન પ્રયોગથી બચો વાહનમાં શ્રી કૃષ્ણની પ્રતિમા સ્થાપિત કરો.
તુલા - તમારી રાશિ માટે કાળા-ભૂરા રંગનુ વાહન ઉત્તમ રહેશે. વાહનની આગળ એક સ્વસ્તિકનુ ચિત્ર લગાવો.
વૃશ્ચિક - તમારી રાશિ માટે સફેદ રંગનુ વાહન ઉત્તમ સાબિત થશે ગ્રીન અને કાળા શેલ્ડ કલરનું વાહન ન ખરીદશો. તમારા વાહનમાં શિવજીનુ ચિત્ર કે મૂર્તિ લગાવવી ઉત્તમ રહેશે.
ધનુ - લાલ અને સિલ્વર કલરના વાહન તમારે માટે ભાગ્યશાલી સાબિત થશે. કાળા અને ભૂરા રંગના વાહનના પ્રયોગથી બચો. વાહનમાં હનુમાનજીની પ્રતિમા મુકો.
મકર - તમારે માટે સફેદ સ્લેટી અને ગ્રે કલરનો વાહન ભાગ્યશાળી સાબિત થશે. લાલ અને ભૂરા રંગના વાહન ખરીદવાથી કે વાપરવાથી બચો. વાહનમાં શ્રી કૃષ્ણનુ યંત્ર જરૂર મુકો કે લગાવો.
કુંભ - તમારે માટે ભૂરા સફેદ અને વાદળી રંગનુ વાહન ખરીદવુ ખૂબ જ લાભકારી સાબિત થશે. આ ઉપરાંત વાહનમાં શિવજીની પ્રતિમા જરૂર લગાવો.
મીન - તમારી રાશિના સફેદ પીળા અને સોનેરી રંગના વાહન ભાગ્યશાળી સાબિત થશે. વાહનમાં પીળા રંગના હનુમાનજીની મૂર્તિ જરૂર લગાવો. હનુમાન ચાલીસા મુકવી પણ તમારે માટે શુભદાયક સાબિત થશે.