મેષ (અ, લ, ઈ):કાર્યક્ષેત્રના વિકાસ માટે નવા આયોજનો લાભદાયી નીવડે. વધુ ઉદાર અને લાગણીશીલ બનવાને કારણે ઓછે નફે કાર્ય કરવાની વૃત્તિ રહેશે.વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવે.
વૃષભ (બ, વ, ઉ):વાતાવરણમાં હર્ષમય લાગશે. કાર્યક્ષેત્રે વિકાસ માટે ખર્ચનું પ્રમાણ વધશે. તબિયત નરમ ગરમ રહેશે. નવી ઓળખાણ લાભદાયી બને. યકૃતની બિમારીમાં રાહત અનુભવશો.
મિથુન (ક, છ, ઘ):મધ્યમ દિવસ છે. નવા વિકાસ અંગેના આયોજનોમાં સફળતા મેળવવાની આશા અધૂરી રહેશે. તબિયત ચિંતા કરાવે.સહીસિકકાની બાબતમાં, લખાણની બાબતમાં સાવચેતી રાખવી.
કર્ક (ડ, હ):લાભદાયી અને પ્રગતિકર્તા દિવસ છે. દામ્પત્યજીવનમં તિરાડ ન પડે તેની વિશેષ કાળજી લેવી. તબિયત એકંદરે સારી રહે. પરિવારમાં ફુલગુલાબી વાતાવરણ જોઇ શકશો. સુખ-સમૃદ્ધિ વધે.
સિંહ (મ, ટ):બુદ્ધિમત્તાથી વિશેષ લાભના યોગ બને છે. સમાજ, મિત્રમંડળમાં માન મેળવશો. જીવનસાથીના વ્યવહારથી પ્રસન્નતા જણાય. કાર્યક્ષેત્રે પત્ની તેમજ સંતાનનો યોગ્ય સાથ-સહકાર મળી રહેશે.
કન્યા (પ, ઠ, ણ):શ્રેષ્ઠ દિવસ છે. આત્મવિશ્વાસ વધે. સ્વાસ્થય એકંદરે સારું. સમજદારીપૂર્વક કાર્યો કરવાથી સફળતા વધે. વાંચનપ્રિય બનશો. મોસાળ પક્ષથી લાભ થાય. જીવનજરુરિયાત ચીજ વસ્તુની ખરીદી.
તુલા (ર, ત):વધુ આવેશશીલ સ્વભાવથી જીવનસાથી સાથે મતભેદનું પ્રમાણ વધે. માનસિક શાંતિ જાળવવી જરૂરી. સહકાર્યકર્તાઓ સાથે વિવાદ ટાળવા.પરિવારમાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે.
મકર (જ, ખ):પ્રગતિકારક દિવસ છે. આર્થિક આયોજનોમાં સફળતા મેળવી શકશો. શુભ માંગલિક પ્રસંગોને કારણે ખર્ચનું પ્રમાણ વધે.મહેનતના પ્રમાણમાં ધાર્યા કામ સરળતાથી પાર પાડી શકશો.
કુંભ (ગ, શ, સ):પારિવારિક સભ્યોની વ્યર્થની દોડધામને કારણે માનસિક મુંઝવણમાં મૂકાશો. ખર્ચનું પ્રમાણ વધે.સ્વાર્થી મિત્રોથી સાચવવું.આકસ્મિક ઇજાથી સાવધ રહેવુ. કોઇને ઉછીના નાણાં આપવા નહીં. મીન (દ, ચ, ઝ, થ):સાહસ અને પરાક્રમથી લાભ મળે. અનેક રીતે પ્રગતિની તકો મળે. આરોગ્ય અને આર્થિક પ્રગતિ વધારે સફળતા અપાવે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા હળવી થાય. ધંધામાં પ્રગતિ વધે.