Janmashtami 2022: ઓગસ્ટમાં ક્યારે છે જન્માષ્ટમી જાણો તિથિ, શુભ સમય અને પૂજાની સાચી રીત
Janmashtami 2022 Puja Vidhi: દરેક વર્ષ ભાદ્રપસદ મહીનામા કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જનમદિવસ જન્માષ્ટમી પર્વ ઉજવાય છે. આ સમયે જન્માષ્ટમી 18 ઓગસ્ટ ગુરૂવારે આવી રહી છે. જણાવીએ કે શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમીની સાથે રોહિણી નક્ષત્રમાં થયુ હતો. આ વખતે જન્માષ્ટમી પર વૃદ્ધિ યોગ બની રહ્યો છે. તેને ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે.
જન્માષ્ટમી 2022 તિથિ અને શુભ મુહુર્ત
શ્રી કૃષ્ણના જન્મદિવસ દેશભરમાં ખૂબ ઉત્સાહની સાથે ઉજવાય છે. જન્માષ્ટમીની તૈયારી ખૂબ પહેલાથી જ શરૂ થઈ જાય છે. આ વખતે જન્માષ્ટમી 18 ઓગસ્ટ ગુરૂવારે આવી રહી છે. અષ્ટમી તિથિની શરૂઆત તે 18મી ઓગસ્ટે રાત્રે 9.21 કલાકે શરૂ થશે અને 19મી ઓગસ્ટે રાત્રે 10:59 કલાકે સમાપ્ત થશે. તો 18 ઓગસ્ટ
જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવામાં આવશે.
આ દિવસે અભિજિત મુહૂર્ત સવારે 12:05 થી શરૂ થશે અને 12.56 સુધી ચાલશે. સાથે જ 17 ઓગસ્ટે રાત્રે 8.56 વાગ્યાથી વિધિ યોગ શરૂ થશે.અને 18મી ઓગસ્ટે રાત્રે 8.41 કલાકે પૂર્ણ થશે.
જન્માષ્ટમીના દિવસે રાહુકાલ 18મી ઓગસ્ટે બપોરે 2.06 કલાકે શરૂ થશે અને 3:42 કલાકે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવાની સલાહ આપવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન કૃષ્ણને દૂધ અને ગંગાના જળથી સ્નાન કરાવવામાં આવે છે અને નવા વસ્ત્રો પણ આપવામાં આવે છે.
પહેરવામાં આવે છે. આ પછી, તેમને મોર પીંછા, વાંસળી, મુગટ, ચંદન, વૈજયંતી માળા, તુલસી દળ વગેરેથી શણગારવામાં આવે છે. આ પછી, તેમને ફળ, ફૂલ, માખણ- મિશ્રી, મીઠાઈ, મેવા વગેરેના ભોગ ચઢાવો. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણની સામે દીવો અને ધૂપ પ્રગટાવો. અંતમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો. સાથે તેમજ પૂજા દરમિયાન થયેલી ભૂલ માટે માફી માગો.