KKR vs SRH: રસેલના દમ પર કેકેઆર એ પ્લેઓફની આશા કાયમ રાખી, હૈદરાબાદને હરાવ્યુ

Webdunia
રવિવાર, 15 મે 2022 (00:32 IST)
આંદ્ર રસેલ  (Andre Russell)એ ઓલરાઉંડ પ્રદર્શન કરીને કલકત્તા નાઈટ રાઈડરસે પ્લેઓફની આશાને કાયમ રાખી છે. IPL 2022ની 61મી મેચમાં KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને 54 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદની આ સતત પાંચમી હાર છે. KKRની 13 મેચમાં આ છઠ્ઠી જીત છે. બીજી તરફ હૈદરાબાદને 12 મેચમાં 7મી હાર મળી છે. મેચમાં (KKR vs SRH), KKR એ પ્રથમ રમતમાં 6 વિકેટે 177 રન બનાવ્યા. રસેલે અણનમ 49 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જવાબમાં હૈદરાબાદની ટીમ 8 વિકેટે 123 રન જ બનાવી શકી હતી. આ રીતે, પ્લેઓફમાં પહોંચનારી 3 ટીમો હજુ નક્કી થવાની બાકી છે. અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઇટન્સની ટીમ જ નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી શકી છે. 7 ટીમો રેસમાં છે, જ્યારે મુંબઈ અને CSK બહાર થઈ ચુકી છે.
 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી ન રહી. કેપ્ટન કેન વિલિયમસનનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું. તે 17 બોલમાં 9 રન બનાવીને આન્દ્રે રસેલના હાથે બોલ્ડ થયો હતો. આ પછી ઉતરેલા રાહુલ ત્રિપાઠી પણ મોટી ઇનિંગ રમી શક્યા ન હતા. તે 12 બોલમાં 9 રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. સાઉદીએ તેનો શાનદાર કેચ પોતાના જ બોલ પર પકડ્યો હતો. આ દરમિયાન યુવા ડાબા હાથના બેટ્સમેન અભિષેક શર્માએ ચોક્કસપણે કેટલાક સારા શોટ્સ રમ્યા હતા.
 
2 ઓવરમાં સતત બે વિકેટ 
હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 72 રન હતો, પરંતુ ટીમે 2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી અને KKRએ મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી. 12મી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ અભિષેકને આઉટ કર્યો. તેણે 28 બોલમાં 43 રન બનાવ્યા હતા. 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બીજી તરફ આક્રમક બેટ્સમેન નિકોલ્સન પૂરન 13મી ઓવરમાં ઓફ સ્પિનર ​​સુનીલ નારાયણનો શિકાર બન્યો હતો. તેમણે 3 બોલમાં 2 રન બનાવ્યા હતા. આ રીતે સ્કોર 4 વિકેટે 76 રન બની ગયો હતો. એડન મકરમ 25 બોલમાં 32 રન બનાવીને ઉમેશ યાદવના હાથે બોલ્ડ થયો હતો. તેણે 3 સિક્સર ફટકારી હતી. હૈદરાબાદે છેલ્લી 5 ઓવરમાં 78 રન બનાવવાના હતા અને 5 વિકેટ બાકી હતી.
 
રસેલે એક ઓવરમાં 2 ઝટકા આપ્યા 
આન્દ્રે રસેલે 18મી ઓવરમાં હૈદરાબાદને 2 ઝટકા આપ્યા હતા. પહેલા તેણે વોશિંગ્ટન સુંદરને આઉટ કર્યો. તેણે 9 બોલમાં 4 રન બનાવ્યા હતા. ત્યારબાદ રસેલે આ જ ઓવરમાં એક રનના સ્કોર પર યાનસેનને પેવેલિયન મોકલી દીધો હતો. 19મી ઓવરમાં સાઉદીએ શશાંક સિંહને આઉટ કર્યો હતો. તેણે 12 બોલમાં 11 રન બનાવ્યા હતા. રસેલ છેલ્લી ઓવર નાખે છે. આ ઓવરમાં 6 રન બનાવ્યા હતા. રસેલે 22 રનમાં 3 વિકેટ લીધી હતી

સંબંધિત સમાચાર

Next Article