વિરાટ કોહલીની કપ્તાની હેઠળ, આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે યુએઈમાં જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. દુબઈમાં રમાયેલી તેની પ્રથમ મેચમાં આરસીબીએ સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે 164 રનનું લક્ષ્ય આપ્યુ હતુ. . જવાબમાં હૈદરાબાદની ટીમ 19.4 ઓવરમાં 153 રન બનાવી શકી હતી. ટીમમાં યુવા દેવદત્ત પડિક્કલ અને અનુભવી એબી ડી વિલિયર્સે શાનદાર બેટિંગ કરતા હાફ સદી મારી હતી સાથે જ યુઝવેન્દ્ર ચહલને તેની શાનદાર બોલિંગ બદલ 'મેન ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો.