IPL 2020: રાજસ્થાન રૉયલ્સને 13 રનથી હરાવીને પોઈંટ ટેબલમાં ટોપ પર પહોંચી દિલ્હી કૈપિટલ્સ

Webdunia
ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (08:12 IST)
ઓપનર શિખર ધવન (57) અને કેપ્ટન શ્રેયસ ઐય્યર (53) ની અડધી સદીની ઇનિંગ બાદ, દિલ્હી કેપિટિલે બુધવારે અંતિમ ઓવરમાં અહીંના ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સને 13 રને હરાવી હતી. આ જીત સાથે, દિલ્હીની ટીમ આઠ મેચોમાં છ જીત સાથે ટેબલ પર ટોચ પર છે, જ્યારે રાજસ્થાનની ટીમ આ જ મેચમાં ત્રણ જીત અને છ પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે.
 
રાજસ્થાનને 42 બોલમાં 52 રનની જ જરૂર હતી. ત્યારે 14મી ઓવરના બીજા બોલે ઉથપ્પાએ અક્ષરની જમણી બાજુ બોલ માર્યો અને દોડવાની શરૂઆત કરી. પરાગને લાગ્યું નહીં કે રન છે. પરંતુ પાર્ટનરને રિસ્પોન્ડ કરતા તે દોડ્યો. જેવું તેણે દોડવાનું શરૂ કર્યું ઉથપ્પા પાછો ફરી ગયો. અને અક્ષર પટેલે થ્રો મારીને પરાગને પેવેલિયન ભેગો કર્યો. પરાગે ગઈ મેચમાં અણનમ 42 રન કરીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી. પરંતુ આ વખતે સીનિયર ખેલાડીના લીધે તે કોઈપણ પ્રકારનું યોગદાન આપી શક્યો નહીં. ઉથપ્પાનું પ્રદર્શન પણ નોંધપાત્ર નહોતું, તેણે 27 બોલમાં 32 રન કર્યા. સેટ થયા છતાં મેચ જીતાડી શક્યો નહીં.
 
દિલ્હી કેપિટલ્સએ  ધવન અને ઐયરની વચ્ચે ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારીના દમ પર  સાત વિકેટે 161 રન બનાવ્યા બાદ રાજસ્થાનને આઠ વિકેટે  148 રન પર જ રોકી દીધુ. લક્ષ્યનો પીછો કરતાં બેન સ્ટોક્સ અને જોસ બટલરે દિલ્હીને ઝડપી શરૂઆત આપી હતી. બંનેએ કાગીસો રબાડાની પહેલી ઓવરમાં એક-એક ચોક્કો મારીને પોતાનો મજબૂત ઈરાદો વ્યક્ત કર્યો  બટલરે ઇનિંગની ત્રીજી ઓવરમાં એનિચ નોર્જે સામે આક્રમક વલણ અપનાવ્યું અને પ્રથમ પાંચ બોલમાં છ અને બે ચોગ્ગા ફટકાર્યા, પરંતુ 155.4 કિ.મી.ની ઝડપે ફેકાયેલી ઓવરની અંતિમ બોલમાં તે બોલ્ડ થયો. આઇપીએલમાં શિખર ધવને 39 મી અડધી સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. આ મામલે ધવને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા સુરેશ રૈનાને પાછળ રાખી દીધા છે. આ ત્રણેય બેટ્સમેનોએ 38-38 અડધી સદી ફટકારી છે. ઓવરઓલ હાઇએસ્ટ અડધી સદી ડેવિડ વોર્નરના (46 ) નામે છે.

સંબંધિત સમાચાર

Next Article