ત્યારબાદ સ્વતંત્રતાના આંદોલન હેઠળ વિરોધ આંદોલનમાં ત્રણ રંગનો સ્વરાજ ઝંડાનો પ્રયોગ કરવામાં આવ્યો. ખિલાફત આંદોલનમાં મોતીલાલ નેહરુએ આ ઝંડાને પકડ્યો અને પછી કોંગ્રેસે 1931માં સ્વરાજ ઝંડાને જ રાષ્ટ્રીય ધ્વજની સ્વીકૃતિ આપી. જેમા ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હતો. સાથે જ વચ્ચે ભૂરા રંગનો ચરખો બનેલો હતો.
દેશના આઝાદ થયા બાદ સંવિઘાન સભામાં પંડિત જવાહરલાલ નેહરુએ 22 જુલાઈ 1947માં વર્તમાન ત્રિરંગા ઝંડાને રાષ્ટ્રીય ધ્વજ જાહેર કર્યો. જેમા ત્રણ રંગ હતા. ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ. સફેદ રંગની પટ્ટીમાં ભૂરા રંગથી બનેલ અશોક ચક્ર જેમા 24 લાઈનો હતી જે ધર્મનુ પ્રતિનિધિત્વ કરતી હતી. રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનું આ સ્વરૂપ આજે પણ કાયમ છે.
ખાદીનો ઝંડો
સ્વરાજ ઝંડા પર આધારિત ત્રિરંગા ઝંડાના નિયમ કાયદા ફ્લેગ કોડ ઓફ ઈંડિયા દ્વારા બનાવવામાં આવ્યા. જેમા નક્કી હતુ કે ઝંડાનો પ્રયોગ ફક્ત સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસના પ્રસંગ પર જ થશે.
ત્યારબાદ 2002માં નવીન જિંદલે સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી. જેના પક્ષમાં સુપ્રીમ કોર્ટે ભારત સરકાર એ આદેશ આપ્યો કે અન્ય દિવસોમાં પણ આનો પ્રયોગ નિયંત્રિત રૂપમાં થઈ શકે છે. જ્યારબાદ 2005માં જે સુધાર થયો તેના હેઠળ કેટલાક વસ્ત્રોમાં પણ ત્રિરંગાના ઝંડાનો પ્રયોગ કરી શકાય છે.
કાગળનો પ્રયોગ ભારતીય ધ્વજ સંહિતાની જોગવાઈ મુજબ નાગર ઇકો અને બાળકોને સરકારે અપીલ કરી કે તેઓ સ્વતંત્રતા દિવસ પર ફક્ત કાગળથી બનેલ રાષ્ટ્રીય ધ્વજનો જ પ્રયોગ કરે. સાથે જ કાગળના ઝંડાને સમારંપ પુર્ણ થતા જ વિકૃત ન કરવામાં આવે કે ન તો તેને જમીન પર ફેંકવામાં આવે.
આવા ઝંડાને તેની મર્યાદા અનુરૂપ તેનો ઉકેલ લાવવો જોઈએ. જનતાને આગ્રહ છે કે તેઓ સ્વતંત્રતા દિવસ પર પ્લાસ્ટિકના બનેલા ઝડાઓનો પ્રયોગ બિલકુલ ન કરે, કારણ કે પ્લાસ્ટિકથી બનેલા ઝંડા લાંબા સમય સુધી નષ્ટ નથી થતા અને જૈવિક રૂપે અપઘટ્ય ન હોવાથી વાતાવરણ માટે હાનિકારક હોય છે. સાથે જ આમ તેમ પડી રહેવાથી ધ્વજની ગરિમાને આઘાત પહોંચે છે.