લીંબૂના છાલટા કરી દેશે તમારા મુશ્કેલ કામને પણ સરળ

Webdunia
શુક્રવાર, 4 મે 2018 (16:14 IST)
લીંબૂના છાલટા કરી દેશે તમારા મુશ્કેલ કામને પણ સરળ 
 
લીંબૂનુ સેવન ગરમીમાં આરોગ્ય માટે બેસ્ટ છે. લીંબૂ પાણી બનાવ્યા પછી તેના છાલટાને લોકો બેકાર સમજીને ફેંકી દે છે.  પણ આ પણ પોષક તત્વોથી એટલા જ ભરપૂર હોય છે જેટલો તેમનો રસ.  આ છાલટાનો તમે ખાવા ઉપરાંત ઘરના બાકી કામમાં પણ સહેલાઈથી ઉપયોગ કરી શકો છો. જેવી કે સાફ સફાઈ. આવો જાણીએ હોમ ઈંટીરિયરને સાફ કરવાથી લઈને કેવી રીતે લીંબૂના છાલટાનો ઉપયોગ કરી શકાય છે. 
 
1. છાલટાનો ઉપયોગ કરી શકાય છે. લીંબૂના છાલટા પર થોડુ મીઠુ લગાવીને તેનાથી વાસણ ઘસો. પછી સુકા કપડાથી લૂંછી લો. તાંબા વાસણ ચમકી જશે. 
 
2. વાસણ જ નહી પણ કપડાને ચમકાવવા માટે લીંબૂના છાલટાને કામમાં લઈ શકાય છે. પાણીને ઉકાળીને તેમા લીંબૂના છાલટા નાખી દો.  આ પાણીને ગાળીને વોશિંગ મશીનમાં કપડા ધોવાના પાણી સાથે નાખીને તેમા કપડાં ધુવો. 
 
3. જમીન પર જામી ગયેલા દાગથી ઘર ગંદુ દેખાવવા માંડે છે.  આ માટે લીંબૂના છાલટાના નાના નાના ટુકડા કરી તેને સિરકામાં નાખીને 10-15 દિવ્સ માટે મુકી રાખો.  આ પાણીને ફ્લોર ક્લીનરની જેમ વાપરો. પોતુ લગાવતી વખતે પાણીમાં એક ઢાંકણુ  લીંબુવાળુ મિશ્રણ નાખી દો. તેનાથી કીડીઓ અને જીવજંતુ પણ નહી આવે. 
 
4. છોડ આંગણની સુંદરરતાને વધારે છે. તેની વિશેષ દેખરેખ કરવા માટે સમય સમય પર ખાતરની જરૂર પડે છે. લીંબૂના છાલટાનો ઉપયોગ તમે ખાતર તરીકે કરી શકો છો. લીંબૂના છાલટામાં પાણી નાખીને તેને વાટી લો પછી તેને છોડમાં નાખો. આ પાણી પૌષ્ટિક ખાતરના રૂપમાં કામ કરશે. 
 

સંબંધિત સમાચાર

Next Article