Health benefits - કારેલા અને જાંબુ ડાયાબીટિસમાં લાભકારી

Webdunia
ગુરુવાર, 11 જુલાઈ 2019 (07:00 IST)
ડાયાબીટિસ કે મધુમેહ એક એવી બીમારી છે જેમા જો બ્લડ શુગરનુ લેવલ સતત વધેલુ રહે તો શરીરના અનેક અંગો જેવા કે હ્રદય લીવર નાડી તંત્ર અને આંખો વગેરે પર ખરાબ અસર પડે છે. તેથી તેને સાઈલેંટ કિલર પણ કહેવાય છે. જો ડોક્ટરની દેખરેખમાં રહેતા સંતુલિત ખાનપાન અને નિયમિત દિનચર્યા અપનાવવામાં આવે તો આ સમસ્યાને કંટ્રોલ કરી શકે છે. 
 
કારેલા - આનુ જ્યુસ  ચૂરણ કે શાકભાજીના રૂપમા સેવન કરી શકાય છે. કારેલાના જ્યુસની 100-125 મિલીલીટરની માત્રાને ખાલી પેટ લેવાથી લાભ થાય છે. આને તમે આમળાના જ્યુસ સાથે પણ લઈ શકો છો. કારેલાને કાપીને તડકામાં સુકવીને તૈયાર કરવામાં આવેલ ચૂરણ 2-3 ગ્રામમાં ખાલી પેટ સવારે લેવાથી ફાયદો થાય છે.  
 
જાંબુ - જાંબુ ખાવ કે જાબૂના બીયાનુ ચૂરણ બનાવી 2-3 ગ્રામ સવાર સાંજ જમતા પહેલા પાણીથે એલો. 
 
મેથી દાણા - 1-2 ચમચી મેથીદાણા રાત્રે એક ગ્લાસમાં પલાળી દો. સવારે ખાલી પેટ આ પાણીને પી લો અને પલાળેલી મેથીની દાળની શાકભાજી બનાવી લો અથવા કાચી પણ ખાઈ શકો છો. 
 
લીમડો - લીમડાની કાચી કૂંપળ કે લીમડાના પાનનુ ચૂરણ પાણીથી લેવાથી વધેલી શુગરનુ લેવલ ઓછુ થઈ જાય છે.  ઘઉં, જૌ અને ચણાના લોટ મિક્સ કરીને ખાવુ. ડુંગળી અને લસણનું સેવન પણ ડાયાબીટિઝમાં ફાયદાકરી છે. 
 
ઉપર બતાવેલ વસ્તુઓ એકસાથે ન લેવી બદલી બદલીને ખોરાકમા સામેલ કરવી જોઈએ. અને સમય સમય પર બ્લડ શુગર લેવલ પણ ચેક કરાવવુ જોઈએ જેથી શુગર લેવલ સામાન્યથી ઓછુ ન થાય.  તમે જે પણ વસ્તુઓ તમારા ડાયેટમા લેવાનું શરૂ કરો એ અંગે તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. 

સંબંધિત સમાચાર

Next Article