લગ્ન નથી થઈ રહ્યા કે સંતાન સુખથી વંચિત છો તો હોળી પર કરી લો આ ઉપાય

Webdunia
મંગળવાર, 3 માર્ચ 2020 (16:22 IST)
મિત્રો દિકરો હોય કે દિકરી.. તેના લગ્નની ઉંમર જેમ જેમ વધવા માંડે તેમ તેમ માતા પિતાને ચિંતા થવા માંડે છે.  આજે અમે તમને બતાવી રહ્યા છે આ માટેના કેટલાક ઉપાયો જેને કરવાથી લગ્નલાયક યુવક યુવતીઓ પણ જલ્દી બંધનમાં બંધાય જશે. 
 
હોળીના તહેવારને સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે.  આ વખતે હોળીનો તહેવાર સોમવારે  હોલિકા દહન અને મગળવારે રંગ રમાશે. હોળીનો તહેવાર એક બાજુ રંગો દ્વારા જીવનમાં ઉલ્લાસ લાવનારો હોય છે તો બીજી બાજુ આ તહેવાર તંત્ર સાધના સાથે પણ જોડાયેલો છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે તંત્ર મંત્રને માનનારા ખાસ સિદ્ધિયો માટે પૂજન કરે છે  આમ તો હોળી દહનની રાતને તંત્ર સાધનાની દ્રષ્ટિથી આપણા શાસ્ત્રોમાં  મહત્વપૂર્ણ માનવામાં આવે છે 
 
આ રાત્રિ તંત્ર સાધના અન લક્ષ્મી પ્રાપ્તિ સાથે ખુદ પર કરવામાં આવેલ તંત્ર મંત્રના પ્રતિરક્ષણ માટે સૌથી યોગ્ય માનવામાં આવી છે. આ દિવસે ધન પ્રાપ્તિના અનેક ઉપાય બતાવ્યા છે. ધ્યાન એ વાતનુ રાખવાનુ છે કે આ ઉપાયોને કરતા કોઈ તમને રોકે ટોકે નહી ન તો કોઈની વાતોને ધ્યાન આપો. હોલિકા દહનની પવિત્ર અગ્નિમાં લોકો ઘઉંની ડાળખી સેકે છે.  અને પોતના સાગા સંબંધીઓ અને મિત્રોમાં વહેચે છે.  આવુ કરવાથી લોકોના જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ આવે છે અને અનિષ્ટનો નાશ થય છે. હોલિકા દહનની સથે જ અનેક પાક સારી રીતે આવવાની કામના પણ કરવામાં આવે છે. 
 
હવે જાણીએ હોલિકા દહનના દિવસે કરવામાં આવતા ઉપાય 
 
1 . હોળીના દિવસે વેપારમાં વૃદ્ધિ માટે બે ગોમતી ચક્ર લઈને તેને એક કપડામાં બાંધીને ઉપર દુકાનના દરવાજા બહાર એવી રીતે લટકાવી દો કે આવનારા ગ્રાહક તેની નીચેથી નીકળે. થોડાક જ દિવસમાં વેપારમાં વૃદ્ધિ થવા માંડશે. 
 
2. હોળીના દિવસે સંતાન કે પુત્ર પ્રાપ્તિ માટે પાંચ ગોમતી ચક્ર લઈને કોઈ વહેતી નદી કે તળાવમાં હિલિ હિલી મિલિ મિલી ચિલિ ચિલી હુક પાંચ બોલીને વિસર્જીત કરો. 
 
3. જો પતિ પત્નીમાં મતભેદ હોય તો હૉળીના દિવસે ગોમતી ચક્ર લઈને ઘરના દક્ષિણમાં હલુ બલજાદ કહીને ફેકી દો.  ચાર દિવસમાં જ મતભેદ સમાપ્ત થઈ જશે. 
 
4. ધન લાભ માટે હોળીના દિવસે  11 ગોમતી ચક્રને તમારા પૂજા સ્થાન પર મુકીને આ મંત્રનો જાપ 108 વાર કરો. મંત્ર ૐ શ્રી નમ. ચમત્કાર થોડાક જ દિવસમાં દેખાવવા માંડશે. 
 
5. કોઈના લગ્ન ન થઈ રહ્યા હોય તો હોળીની આગમાં 7 આખી હળદર નાખી દો. થોડાક જ દિવસમાં તમારે માટે માંગા આવવા માંડશે અને લગ્ન પણ થઈ જશે. 
 
6. રોગથી મુક્તિ માટે 21 વાર નારિયળને ઉતારીને હોળીની અગ્નિમાં હોમી દો. 
 
7.  ધન ધાન્ય સુખ સમૃદ્ધિ માટે હોળીની આગમાં ઘી, ગુગળ ચંદન અર્પિત કરો 
 
તો મિત્રો આ હતા હોળીના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે માહિતી.. 

સંબંધિત સમાચાર

Next Article