દર્શકોને આકર્ષિત કરતી ગુજરાતી ફિલ્મ "સુપરસ્ટાર"એ 9મા સપ્તાહમાં પ્રવેશ મેળવ્યો

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2017 (17:00 IST)
ગુજરાતી ફિલ્મોનું માર્કેટ નોટબંધી બાદ એક દમ જાણે બેસી ગયું હોય એવું દ્રશ્ય માર્કેટ પરથી જોવા મળી રહ્યું છે. માંડ બે ત્રણ સારા બજેટની ફિલ્મો હાલમાં સિનેમા ગૃહ સુધી પહોંચી રહી છે. એક સમયે અભિષેક જૈનની બે યાર અને કેવી રીતે જઈશ જેવી ફિલ્મો તથા ત્યાર બાદ ગુજ્જુભાઈ અને થઈ જશે જેવી ફિલ્મોએ દર્શકોને સિનેમાગૃહ સુધી જવા આકર્ષિત કર્યાં હતાં. ત્યારે 2017ના વર્ષની વાત કરીએતો આ વર્ષની શરૂઆત ધમાકેદાર રહી હતી. આ વર્ષમાં રિલીઝ થયેલી કેટલીક ફિલ્મો હીટ રહી તો કેટલીક ફ્લોપ પણ રહી, આ ફિલ્મોની સાથે એક ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એટલે "સુપરસ્ટાર" . 

આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેનું ટ્રેલર અને ગીતોએ અનેક રેકોર્ડ બ્રેક કર્યાં હોવાનું નિષ્ણાંતો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ ફિલ્મનો એક નવો અને મોટો રેકોર્ડ બનાવ્યો છે. ડીમોનિટાઈઝેશન બાદ પણ આ ફિલ્મ આજે આઠ સપ્તાહ સુધી સિનેમાગૃહોમાં ચાલી રહી છે અને હવે 9મા શાનદાર સપ્તાહમાં પ્રવેશી છે. જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવ લેવા જેવી વાત છે. ગુજરાતી ફિલ્મ જગતમાં લગભગ દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મોમાં અત્યાર સુધીની સૌથી સફળ, સૌથી લાબું દર્શકોના દિલમાં રાજ કરનાર  અને સૌથી વધુ પ્રતિસાદ મેળવનાર  આ સૌ પહેલી ફિલ્મ બની રહેવા પામી છે. 

આ ફિલ્મથી પોતાની કરિયરની શરૂઆત કરનાર ધ્રુવિન શાહ તેની પહેલી જ ફિલ્મ સાથે ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયો છે અને પોતાની એક્ટિંગની ક્ષમતાને આધારે તેણે તેની પહેલી જ ફિલ્મથી  સુપરસ્ટારનો ખિતાબ પોતાને નામે કરી દીધો છે તો સાથે સાથે ટેલિવિઝનમાં રાજ કરનારી રશ્મિ દેસાઈ એ પણ સાબિત કર્યું છે કે ટી.વી હોય કે ફિલ્મ બંનેની સુપરસ્ટાર તે જ છે. આ ફિલ્મનું મ્યુઝિક આલબમ અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરીને ચાર્ટ બસ્ટર આલબમ બનીને પોતાની પકડ મજબૂત બનાવીને ચોથા સપ્તાહે પણ નંબર 1 ની પોઝિશન જાળવી રાખી છે. સુપરસ્ટાર એ પોતાના દર્શકોના મન હરીને જે હરણફાળ ભરી છે તે જ ફિલ્મની ભવ્યતાનો અંદાજો આપે છે. જો તમે હજુ પણ આ ફિલ્મ ચુકી ગયા હોય તો તમારા નજીકના સિનેમાઘરોમાં જલ્દી પહોંચી જજો. 
Next Article