અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ G નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના કલાકારો ચિરાગ જાની, અને બોલિવૂડ તથા હિન્દી વેબસિરિઝની અભિનેત્રી અન્વેષી જૈન ઉપરાંત આકાશ ઝાલા, અને કવન શાહ જેવા ગુજરાતી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મના દિગ્દર્શક મહેન્દ્ર પટેલ પણ આ ટ્રેલર લોન્ચ ખાતે ઉપસ્થિત હતા. આ ફિલ્મમાં બોલિવૂડ ના મોટા અભિનેતા અભિમન્યુ સિંહ પણ વિલનના પાત્રમાં જોવા મળશે.
અલ્ટ બાલાજીની ગંદી બાત સિરીઝ ફેમ અન્વેષી જૈન હવે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. મૉડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરનારી અન્વેષી જૈન અલ્ટ બાલાજીની વેબ સીરીઝ ‘ગંદી બાત 2′ના કારણે વધારે ચર્ચામાં આવી હતી. આ વેબ સીરીઝમાં દેખાઈ તે પહેલાં અન્વેષી ઘણાં મૉડલિંગ પ્રોજેક્ટ્સ અને ઈમોશનલ એજન્સી સાથે કામ કર્યા છે. અન્વેષી સોશિયલ મીડિયા પર સારી એવી ફેન્સ ફોલોઅિંગ છે. અન્વેષી જૈન ‘જી’ નામની એક્શન થ્રિલર ફિલ્મથી ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહી છે.
જી એ આવનારી ગુજરાતી ફિલ્મ છે જે ડ્રાય સ્ટેટમાં ગેરકાયદેસર દારૂના થતા ધંધા પર આધારિત છે. આ ફિલ્મ એક એવી નાની પ્રેમ કથા છે જે હીરો અને વિલનના પરિવારને નષ્ટ કરી નાખે છે. આઈપીએસ અધિકારી એસીપી સમ્રાટ અને સ્પેશિયલ એક્શન ટીમને ડ્રાય સ્ટેટમાં ગેરકાયદે દારૂનો ધંધો કરનાર લિકર માફિયા ગજરાજને પકડવા માટે વિશેષ મિશન સોંપ્યું હોય છે જે એસીપી અને લિકર માફિયા વચ્ચે મોટું યુદ્ધ શરૂ કરાવે છે. જેના પરિણામો સ્વરૂપ ફિલ્મમાં ડ્રામા, રોમાંચક અને એક્શનની સાથે રોમાન્સ અને કૉમેડી જોવા મળે છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં બનેલી આ સૌથી મોટી એક્શન એંટરટેઈનર ફિલ્મ છે.
ફિલ્મ જીને મહેન્દ્ર એચ. પટેલે ડિરેક્ટ કરી છે. આશાદીપ સિને પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં અભિમન્યુ સિંઘ અને અન્વેષી જૈની સાથે સાથે ચિરાગ જાની લીડ રોલમાં જોવા મળશે. 2020માં ગુજરાતી ફિલ્મોનું ઓપનિંગ આ જ ફિલ્મથી થશે. ’જી’ 3 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઈ રહી છે.
Cast & Crew:
Director: Mahendra H. Patel
Producer: Mahendra H. Patel
Production House: Ashadeep Cine Produtions
Starring: Abhimanyu Singh, Chiran Jani & Anveshi Jain