ડ્રાઈ ફ્રૂટ ખીર બનાવવા માટે સૌથી પહેલા એક લીટર દૂધ લો. દૂધને ધીમા તાપ પર ગૈસ પર ઉકળવા માટે રાખો. ધ્યાન રાખો કે તળિયા પર દૂધ ના ચોંટે. તેના માટે વાર-વાર દૂધ ચલાવતા રહેવુ. ઉકળ્યા પછી તેમાં કાજૂ, બદામ, મખાણા, કિશમિશ અને નારિયેળનો ભૂકો નાખી હળવા હાથથી દૂધ હલાવતા રહો. તમે ઈચ્છો તો ડ્રાઈ ફ્રૂટને અધકચડુ કરીને પણ નાખી શકો છો. હવે 10 મિનિટ પર ધીમા તાપે ખીરને ચડવા દો. દર 3 મિનિટ પછી ખીરને હલાવતા રહો. તે પછી ખીરમાં તમારા સ્વાદ પ્રમાણે ખાંડ મિક્સ કરો. હવે ફ્લેવર માટે એલચી નાખો. હવે એલછી અને ખાંડ સારી રીતે મિક્સ થતા ગેસ બંદ કરી દો. આ રીતે ડ્રાઈ ફ્રૂટ ખીર તૈયાર છે.