બનાવવાની રીત: ચોખા અને દાળને બે ત્રણ પાણીથી ધોઈ લો, ત્યાર બાદ કૂકરમાં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરૂ, વઘારના મરચા અને સમારેલું લસણ નાંખી લાલ થાય સુધી સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી, બટાકા અને બાકીની બધી સામગ્રી નાંખી થોડીવાર સાંતળી તેમાં પ્રમાણસર પાણી નાંખો, ઉકળો આવે એટલે તેમાં ધોઈને રાખેલા દાળ અને ચોખા નાંખી ચાર-પાંચ સીટી થયા બાદ કૂકર ઉતારી લેવું થોડીવાર પછી ખોલવું. ગરમા ગરમા ખિચડી ઘી અથવા છાશ સાથે પીરસો.
ખિચડીમાં તમને ભાવતા બીજા મોસમી શાકભાજી પણ નાંખી શકાય છે.