ગુજરાતી રેસીપી- પપૈયુંની ચટણી

Webdunia
સોમવાર, 14 મે 2018 (16:59 IST)
પપૈયાની ચટણી એક એવી ચટણી છે જેને ગુજરાતી ગાઠિયા કે કોઈ પણ ગુજરાતી સ્નેક્સ સાથે સર્વ જરી શકાય છે અને તેને બનાવવું પણ સરળ્ છે. 
 
જરૂરી સામગ્રી 
એક કપ કાચું પપૈયું 
ત્રણ લીલા મરચાં 
અડધી નાની ચમચી સરસવ દાણા 
ચપટી હીંગ 
એક નાની ચમચી હળદર 
મીઠું સ્વાદપ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
 
વિધિ
-સૌથી પહેલા મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. 
- તેલ ગરમ થતા જ સર્સવના દાણા નાખો. 
- સરસવ સંતળાતા જ હીંગ અને લીલા મરચા નાખો. 
- મરચાને સંતાળી છીણેલું પપૈયું, હળદર અને મીઠું નાખી 2 થી 3 મિનિટ સુધી હલાવો. 
- પાણી મિક્સ કરી ફરીથી 5 મિનિટ રાંધવું . વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી પપૈયું નીચે ચોંટી ન જાય અને નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે પપૈયાની ચટણી 
 

સંબંધિત સમાચાર

Next Article