દહી ફુલ્કી રેસીપી

Webdunia
બુધવાર, 13 માર્ચ 2024 (07:13 IST)
સામગ્રી
250 ગ્રામ દહીં 
1 વાટકી- ચણાનો લોટ 
સ્વાદ મુજબ મીઠું
2 ચમચી લાલ મરચું પાવડર
1 ટીસ્પૂન શેકેલું જીરું
1 ચમચી લસણની પેસ્ટ
2- સૂકું લાલ મરચું
1 ચપટી- હીંગ
1/2 ટીસ્પૂન જીરું
અડધી ચમચી કાળા મરી
તેલ - તળવા માટે
 
બનાવવાની રીત 
- દહી ફુલ્કી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમા ચણાનો લોટ ચાણી લો અને પછી તેમાં તેમાં મીઠું, લસણની પેસ્ટ, લાલ મરચું, જીરું વગેરે અને પાણી નાખી ગાઢા મિશ્રણ તૈયાર કરો.
 
- હવે એક બીજી વાટકીમાં દહીંને બ્લેન્ડ કરો. પછી તેમાં મીઠું, લસણની પેસ્ટ, કાળા મરી, શેકેલું જીરું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- જો તમે દહીંને પાતળું કરવા માંગો છો, તો તમે તેમાં પાણી પણ ઉમેરી શકો છો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરો, પછી તેમાં ચણાના લોટનું દ્રાવણ નાખી ફુલકી તૈયાર કરો.
- હવે ફુલકીને દહીં મિક્સરમાં નાખીને લગભગ 10 મિનિટ માટે બાજુ પર રાખો.

- હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. પછી તેમાં સૂકું લાલ મરચું, જીરું ઉમેરો અને પછી આ તડકાને દહીંની ફુલકીમાં ઉમેરો.
- હવે તેની ઉપર લીલા ધાણા નાખી સર્વ કરો.


Edited By-Monica sahu 
 

સંબંધિત સમાચાર

Next Article