Recipe - મકરસંક્રાતિ પર બનાવો સ્વાદિષ્ટ બાજરીનો લોટ અને તલની ટિક્કી

Webdunia
ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (14:48 IST)
મકર સંક્રાતિ પર અડદણી દાળની ખિચડી અને તલની વસ્તુઓની પરંપરા છે. આ પર્વ પર લોકો તેનુ દાન પણ કરે છે. ઘરમાં તલના લાડુ, તલની ચિક્કી બને છે. આજે અમે તમને બતાવી રહ્યા છે બાજરી અને તલની ટિક્કીની રેસીપી આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. 
 
સામગ્રી - 2 કપ  બાજરીનો લોટ 
1/2 કપ સમારેલો ગોળ 
1/4 કપ તલ 
તળવા માટે તેલ 
 
બનાવવાની રીત -  બાજરીના લોટ અને તલની ટિક્કી બનાવવા માટે સૌ પહેલા બાજરીના લોટને એક વાસણમાં ચાળી લો. હવે ગેસ ચાલુ કરો અને એક પૈન ચઢાવો અને તેમા પાણી નાખીને ગોળ ધીમા તાપ પર ગરમ કરો. એક ઉકાળો આવ્યા પછી તેને ઠંડો થવા દો. 
 
હવે બાજરીના લોટમાં તલ, તેલ અને ગોળનુ પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. ત્યારબાદ હાથને ચિકણુ કરીને લોટના નાની-નાની ટિક્કી બનાવી લો. 
 
હવે પૈનમાં તેલ ગરમ કરો અને તેમા પહેલાથી બનાવેલ બાજરીના અને તલના ટિક્કીને ગરમ તેલમાં નાખો અને સોનેરી થતા સુધી સેંકી લો. તેન ગરમા ગરમ સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

Next Article