ચોખા અને દૂધથી બનાવવામાં આવેલી આ ડિશ ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. એક પંજાબી શૈલીનું દૂધ અને ચોખાથી બનેલું ખીર જેવું ક્રીમી ડેઝર્ટ છે, જેને દિવાળી અને કરવા ચોથ જેવા તહેવારોમાં પરંપરાગત રીતે માટીના વાસણમાં પીરસવામાં આવે છે
સામગ્રી:
1/4 કપ બાસમતી ચોખા
1 લીટર દૂધ ફુલ ક્રીમ
ખાંડ
15-20 બદામ
1/2 ચમચી લીલી એલચી પાવડર
કેસરના થોડા સેર
ગાર્નિશ માટે: 4-5 બદામ બારીક સમારેલી
બદામ ફિરની બનાવવાની રીત:
- સૌપ્રથમ ચોખા ધોઈને 1 કલાક પાણીમાં પલાળી રાખો. તેને ગાળીને બારીક પીસી લો. તેને બાજુ પર રાખો.
- બદામને 1 કલાક પલાળી રાખો અને પછી તેને છોલીને ઝીણુ વાટી લો.