લગ્નની પ્રથમ રાત માટે રોમાંટિક ટિપ્સ

Webdunia
લગ્નની પહેલી રાત હંમેશા યાદ રહે છે. તેથી નવુ કપલ તેને જુદી રીતે અને રોમાંટિક રીતે વીતાવવા માંગે છે. એ માટે જરૂરી છે તમે આ રાતને રોમાંટિક બનાવવા માટે જુદી જુદી તૈયારીઓ કરો. આ રાત્રની દરેક ક્ષણને ખાસ બનાવવાની કોશિશ કરો. આ રોમાંસનો મતલબ ફક્ત સેક્સ સાથે ન જોડશો, પણ અન્ય વાતો પર પણ ધ્યાન આપો.

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ જીવનભરનો હોય છે. તેની શરૂઆત સારી વાતોથી જ કરો. લગ્નની પ્રથમ રાત એ માટે સૌથી સારી છે. તેથી સુહાગરાતમાં શરૂઆતમાં તમે તમારા પાર્ટનરને સમજવાનો પ્રયત્ન કરો. તમારા સાથીને વિશ્વાસ અપાવો કે તમે તેના માટે સૌથી બેસ્ટ પાર્ટનર છો.

 

સુહાગરાતે શુ કરશો... જાણો આગળ


P.R


સુહાગરાતે રોમાંસ કરવાની ટિપ્સ

વાતાવરણ બનાવો - લગ્નની પ્રથમ રાત રોમાંટિક બનાવવા માટે તૈયારી કરો. તમારા રોમાંસને ચરમસીમા પર હશે જ્યારે તેનુ વાતાવરણ પણ એવુ જ હશે. તેથી બેડરૂમનુ વાતાવરણ રોમાંટિક બનાવો. તમારા રૂમમાં વિશેષ પ્રકારના રંગ અને ખુશ્બુનો પ્રયોગ કરો. આ સેક્સ હાર્મોનને ઉત્તેજીત કરવાની સાથે સાથે મૂડ પણ બનાવે છે. એ માટે કેંડલ સળગાવો, હળવુ સંગીત વગાડો. આછી રોશની કરો.

ઈંતજાર કા ફલ મીઠા.. આગળ


P.R


ઉતાવળ ન કરો - ઉતાવળ ન કરો તો સારુ રહેશે. સારુ રહેશે જો તમે તમારી પત્નીને તમારી આહોશમાં ભરી લો. ત્યારબાદ કિસ અને પછી ધીરે ધીરે આગળ વધો. આ સાથે જ પ્રેમભરી વાતો જરૂર કરો. આનાથી તમારી બંને વચ્ચે રોમાંચ વધશે. બળજબરીપૂર્વક પ્રેમ પણ ન કરશો.

વખાણ કરો...

સ્ત્રીઓને પોતાના વખાણ કરવા સૌથી વધુ પસંદ હોય છે. આ રાત્રે તમારા પાર્ટનરના મનમુકીને વખાણ કરો. તેની ડ્રેસ, જ્વેલરી, હેયર સ્ટાઈલ, મેકઅપ વગેરેના વખાણ કરવાથી એ તમારી વધુ નિકટ આવશે. અને વાતાવરણ ઓટોમેટીક રોમાંટિક થઈ જશે.

કેવી રીતે કરશો પત્ની સાથે સેક્સની શરૂઆત આગળ .



P.R


કામાસૂત્રની વાત કરો - વાસ્તાયન દ્વારા રચિત કામસૂત્ર પહેલુ યૌન શસ્ત્ર છે. તેમા સેક્સ અને સંબંધો વિશે વિસ્તારપૂર્વક વર્ણન છે. સુહાગરાતમાં પાર્ટનર સાથે કામસૂત્ર પર ઓપનલી ચર્ચા કરો. તેમા તમે જૂના અને પારંપારિક રીતે રોમાંસ કરી શકો છો.

ફોરપ્લે પણ કરો - લગ્નની પ્રથમ રાત રોમાંટિક કરવા માટે ફોરપ્લે સૌથી સારી રીત બની શકે છે. ફોરપ્લે એવી સ્થિતિ છે જે સેક્સ પહેલા કરવામાં આવે છે. ફોરપ્લે કરવાથી સેક્સના હાર્મોન ઉત્તેજીત થાય છે અને સેક્સની મજા વધી જાય છે.

સુહાગરાતે પત્નીનુ દિલ જીતવા શુ કરશો ? આગળ



P.R


ગિફ્ટ આપો - લગ્નની પ્રથમ રાત તેથી કોઈને કોઈ ભેટ તો આપવી જ પડશે. પણ કોઈ એવી ગિફ્ટ આપો જે તમારા પાર્ટનરને પસંદ આવે. એ માટે રોમાંટિક હનીમૂન પેકેજ, સેક્સી ડ્રેસ અને ગ્લેમરસ વસ્ત્રો સારુ ઓપ્શન હોઈ શકે છે. સ્ત્રીઓને ઘરેણાં સૌથી વધુ પસંદ પડે છે. તેથી સુહાગરાતે પાર્ટનરને ખુશ કરવા માટે ઘરેણાં પણ આપી શકો છો.

એક્સપરીમેંટ ન કરશો - યાદ રખો કે સુહાગરાતે કોઈ એવી ભૂલ ન કરશો જેની ટીસ જીવનભર તમારા દાંમ્પત્યજીવનમાં બની રહે. આ રાત નવા એક્સપરીમેંટ કરવાથી બચો. કારણ કે બની શકે છે કે આવા એક્સપરીમેંટૅ તમારા સાથીને ઉદાસ કરી દે.

સુહાગરાત પતિ અને પત્ની બંનેના જીવનની એક યાદગાર ક્ષણ હોય છે. તેથી આ પ્રસંગને એવી રીતે સેલિબ્રેટ કરો જેમાથી બંને એકબીજાનો વિશ્વાસ જીતી શકો અને આખી જીંદગી આ રાતના મીઠા એહસાસની સાથે એકબીજાનો સાથ નિભાવી શકો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વધુ જુઓ..

ધર્મ

Next Article