અફગાનમાં તાજપોશીને તાલિબાન તૈયાર જુમેની નમાજ પછી આજે સરકારની જાહેરાત અખુંદજાદા થશે નવી હુકુમતના સુપ્રીમ

Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (08:48 IST)
તાલિબાન અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઈરાનની તર્જ પર નવી સરકારની રચનાની જાહેરાત કરવા માટે તૈયાર છે. તાલિબાન નેતાઓએ ગુરુવારે કહ્યું કે શુક્રવારની નમાઝ બાદ સરકાર બનાવવાની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. સૌથી ઉંચા ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદઝાદાને દેશના સર્વોચ્ચ નેતા બનાવવામાં આવશે. તાલિબાનના મતે, વાતચીતની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને સરકારની બ્લુપ્રિન્ટને મંજૂરી આપવામાં આવી છે.
 
અખુંદજાદા જ થશે સર્વેસર્વા 
નવી સરકારમાં 60 વર્ષીય અખુંદજાદા તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતા થશે. વરિષ્ટ નેતા અહમદુલ્લાહ મુત્તકીએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ કે રાષ્ટ્રપતિ ભવનમાં એક સભારંભની તૈયારી થઈ રહી છે. અખુંદજાદા સૌથી મોટા રાજનીતિક અને ધાર્મિક પ્રાધિકારી હશે. તેમનો પદ રાષ્ટ્રપતિથી પણ ઉપર હશે અને તે સેના, સરકાર અને ન્યાય વ્યવસ્થાના પ્રમુખની નિયુક્તિ કરી શકશે દેશના  રાજનીતિક, ધાર્મિક અને સૈન્ય કેસમાં તેમનો નિર્ણય અંતિમ ગણાશે. 
 
શું છે ઈરાન મૉડલ 
ઈરાનમાં નેતૃત્વની તર્જ પર વ્યવસ્થા કરાશે જ્યાં સર્વોચ્ચ નેતા દેશના સૌથી મોટા રાજનીતિક અને ધાર્મિક પ્રાધિકારી હોય છે. તેમનો પદ રાષ્ટ્રપતિથી ઉપર હોય છે. અને તે સેના સરકાર અને ન્યાય વયવસ્થાના પ્રમુખની નિયુક્તિ કરે છે. દેશના  રાજનીતિક, ધાર્મિક અને સૈન્ય કેસમાં તેમનો નિર્ણય અંતિમ ગણાશે. 

સંબંધિત સમાચાર

Next Article