ભારતનું 'ઓપરેશન દેવી શક્તિ'- અફગાનિસ્તાનથી ભારતીયોને કાઢવાનો મિશન- જાણો આ નામ શા માટે રાખ્યુ

Webdunia
મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (15:14 IST)
અફગાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પછી ભારત સરકાર અફગાનિસ્તાનમાં ફંસાયેલા ભારતીયોને બહાર કાઢવાનો કામ કરી રહી છે. રિપોર્ટસ મુજબ અત્યારે સુધી 750થી વધારે ભારતીય સાથે બીજા દેશોંના લોકોને અફગાનિસ્તાનથી બહાર કાઢવામાં આવ્યુ છે. હવે ભારત સરકારએ આ 'ઓપરેશન દેવી શક્તિ' નુ નામ આપ્યુ છે. 
 
ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે ટ્વિટ કરીને કહ્યું છે કે, 'ઓપરેશન દેવી શક્તિ ચાલુ છે. 78 લોકો કાબુલથી દુશાંબે પહોંચ્યા છે. ભારતીય વાયુસેના, એર ઇન્ડિયા અને વિદેશ મંત્રાલયની ટીમને તેમના અથાક પ્રયત્નો માટે સલામ.
 
આ બચાવ કામગીરીને દેવી શક્તિનું નામ કેમ આપવામાં આવ્યું? આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વાત બહાર આવી નથી.  ઓપરેશનમાં સામેલ લોકોના હવાલાથી જણાવ્યું હતું કે ઓપરેશન દેવી શક્તિ નામ પસંદ કરવામાં આવ્યું છે કારણ કે આ રેસ્ક્યુ નાનકડા અને નિર્દોષ લોકોને હિંસાથી બચાવવાનો પ્રયાસ છે. તે જ રીતે 'મા દુર્ગા' નિર્દોષોને રાક્ષસોથી બચાવે છે. અત્રે એ પણ નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી દેવી દુર્ગાના ભક્ત છે અને તેઓ નવરાત્રિના દિવસોમાં વ્રત રાખે છે.
 
અમે અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની તાલિબાનની ઈચ્છાને જાણીએ છીએ 
સોશિયલ મીડિયા પર લોકોએ પણ તે મુજબ ડીકોડ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકોનું કહેવું છે કે આ ઓપરેશન અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોના જીવનમાં આશા અને ખુશી લાવી રહ્યું છે. આ ઓપરેશન અનિષ્ટ પર વિજય સૂચવે છે. આવી સ્થિતિમાં તેને ઓપરેશન દેવી શક્તિ કહેવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article