એર ઈન્ડિયાએ પૂર્વ-નિર્ધારિત પોતાની એકમાત્ર દિલ્હી-કાબુલ હવાઈયાત્રા રદ્દ કરી દીધી છે જેથી અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રથી બચી શકાય કાબુલ એરપોર્ટ સત્તાવાળાઓએ "અનિયંત્રિત" પરિસ્થિતિ જાહેર કર્યા બાદ એરલાઇને આ પગલું ભર્યું હતું. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સોમવારે આ એકમાત્ર વ્યાપારી ફ્લાઇટ હતી અને એર ઇન્ડિયા એ બંને દેશો વચ્ચે એકમાત્ર એરલાઇન ઓપરેટિંગ ફ્લાઇટ્સ છે. સોમવારે એરલાઇને અમેરિકાથી દિલ્હી આવી રહેલ પોતાના બે વિમાનોનો રસ્તો આ જ આ કારણોસર બદલીને સંયુક્ત અરબ અમીરાતથી શારજાહ કરી નાખ્યો.
<
United States of America fled Afghanistan leaving behind innocent Afghans.
These shocking visuals from Kabul today describe the US withdrawal from Afghanistan. Betrayal. Escape. Lack of empathy. No clarity. Failure. Chaos. pic.twitter.com/UCDMC7CffT
આ દરમિયાન કાબુલમાં ઘણા વિસ્તારોમાં લૂંટના સમાચાર છે. સરકારી નંબર પ્લેટવાળા વાહનોની લૂંટ થઈ રહી છે. કેટલાક લોકોએ તેમના અંગત વાહનોની ચોરી થઈ હોવાનો દાવો પણ કર્યો છે. એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. સરકારી એજન્સીઓની કચેરીઓમાં લૂંટફાટ થઈ છે. તાલિબાનનું કહેવું છે કે અસામાજિક તત્ત્વોએ તાલિબાનના નામે લૂંટફાટ કરી છે અને સંવેદનશીલ દસ્તાવેજ સળગાવી દીધા છે.