તાજેતરમાં અમેરિકામાં યોજાયીલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીના રોજ 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. ત્યારે જો બાઇડનની ટીમમાં બે ગુજરાતી સહિત 20 ભારતીયોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. જે ગુજરાત સહિત ભારતવાસીઓ માટે ગર્વની બાબત છે.
મૂળ ગુજરાતના કચ્છ છોકરી રીમા શાહની ડેપ્યુટી અસોસિયેટ કાઉન્સિલ ઓફ અમેરિકા (DEPUTY ASSOCIATE COUNCIL OF AMERICAS ) તરીકે વરણી થઈ છે. જૈન પરિવારમાં જન્મેલી રીમા શાહ મૂળ તાલુકાના દુર્ગાપુરની વતની છે. તે અમેરિકાના ન્યૂજર્સીમાં મોલના વ્યવસાય સાથે સંકળાયેલી છે. જૈન પરિવારનાં પ્રીતિબેન ભરત ચનાની પુત્રી રીમા શાહને ગૌરવવંતું સ્થાન જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
31 વર્ષીય રીમા શાહનો ઉછેર અમેરિકામાં થયો છે. રીમા શાહ શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર હતા. રીમા શાહ 17 વર્ષના હતા ત્યારે પ્રેસિડેન્શિયલ સ્કૉલર હતા. ખ્યાતનામ યુનિવર્સિટીમાંથી તેઓ ગ્ર્રેજ્યુએટ થયા છે. રીમાએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય, ઓડિશી ડાન્સમાં ૧૨ વર્ષ સુધી તાલીમ હાંસલ કરી છે.
રીમા શાહએ યુએસ સુપ્રીમ કોર્ટના જજ એલિના કિગન હેઠળ પણ કામ કર્યું. જજ એલિના કિગનની જ ભલામણથી રીમા શાહ ચૂંટણી પહેલાં શરૂ થયેલા બાઇડન-હૅરિસ કૅમ્પેન સમયે બાઇડનની ડિબેટ પ્રિપરેશન ટીમમાં હતાં.
રીમા શાહે દોઢ વર્ષ પહેલાં જ તેમની સાથે જ યુનિવર્સિટીમાં ભણનાર રિચર્ડ ચ્યુ સાથે લગ્ન કર્યા છે. રિચર્ડ ચ્યુ મૂળ લંડનના વતની છે.
ટીમ તૈયાર
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ પોતાના વહિવટીતંત્રની ટીમ તૈયાર કરી લીધી છે. ખાસ વાત એ છે કે હાઉસ હાઉસ વહિવટીતંત્રના મહત્વપૂર્ણ પદો પર ઓછામાં ઓછા 20 ભારતીય મૂળના અમેરિકી નાગરિક તૈનાત રહેશે. તેમાંથી લગભગ 13 મહિલાઓ છે જે મહત્વપૂર્ણ પદો પર પોતાની જવાબદારી નિભાવતી જોવા મળશે. જોઇ બાઇડેન વહિવટી તંત્રમાં આટલી મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકોની નિમણૂંક કરી એક રેકોર્ડ બનાવવા જઇ રહી છે. તેમાંથી ભારતીય મૂળના 17 અમેરિકી નાગરિક વ્હાઉસના વહિવટીતંત્રને સંભાળશે.
ઉપ રાષ્ટ્રપતિ પદની શપથ લેનાર કમલા હૈરિસ (56) ભારતીય મૂળની પ્રથમ આફ્રિકી અમેરિકન નાગરિક છે. અમેરિકાના ઇતિહાસમાં આમ પ્રથમવાર થયું છે જ્યારે રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ પહેલાં આટલી મોટી સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકન નાગરોકોને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હોય.
નીરા ટંડન- જો બાઇડેન સરકારમાં નીરા ટંડનને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. નીરા ટંડનને વ્હાઇટ હાઉસ ઓફિસના મેનેજમેન્ટ તથા બેજ્ટ નિર્દેશક બનાવવામાં આવ્યા છે.