પાકિસ્તાનમાં ફરી આસ્થા સાથે ચેડા : કરતારપુર સાહિબમાં સિગારેટના રેપરમાંથી બનેલા પડિયા માં આપવામાં આવી રહ્યો છે પ્રસાદ, તેના પર ગુરુદ્વારાની તસવીર પણ છપાઈ
પાકિસ્તાનના ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં ફરી એકવાર શીખ ધર્મ સાથે મોટી રમત રમાઈ રહી છે. અહીં ગુરુદ્વારામાં ભક્તોને સિગારેટના રેપરમાંથી બનાવેલા પડિયામાં પ્રસાદ (કડા) આપવામાં આવે છે. એટલું જ નહીં, આ પડિયની એક તરફ ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ અને ગુરુદ્વારા શ્રી નનકાના સાહિબની તસવીર પણ છપાયેલી છે. આ પહેલા પાકિસ્તાની મોડલના ગુરુદ્વારામાં માથું ઢાંક્યા વગર ફોટોશૂટ કરાવવાનો મામલો પણ સામે આવ્યો છે.
આ મોટુ પાપ છે, દોષીને જેલમાં મોકલે ઈમરાન
દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (DSGMC) ના પૂર્વ અધ્યક્ષ અને બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે શીખો એ વાતથી દુઃખી છે કે ધાર્મિક સ્થળ પર અમારી આસ્થા સાથે મોટો ખેલ કરવામાં આવી રહ્યો છે. તમાકુથી બનાવેલા પડિયામાં પ્રસાદ ચઢાવવાથી મોટું પાપ શું હોઈ શકે? સિરસાએ પાક પીએમ ઈમરાન ખાનને કહ્યું કે પાકિસ્તાનમાં શીખોની સંખ્યા ઓછી છે, તેથી અમારી વાત સાંભળવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે આ લોકોને તાત્કાલિક પકડીને જેલમાં ધકેલી દેવા જોઈએ.