Floods in Dubai : વિશ્વના અનેક દેશો અને રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અને બહેરીનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે.
દુબઈ પૂર સાથે સંઘર્ષ કરી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ એવા વિસ્તારો છે જે તેમના શુષ્ક રણ અને જ્વલંત ગરમી માટે જાણીતા છે.
દુબઈ કેમ પાણીમાં ફેરવાઈ ગયું તે પ્રશ્ન છે. સ્થિતિ એવી છે કે થોડા જ કલાકોમાં UAEનું શહેર દુબઈ પણ તેની ભવ્ય અને ઊંચી ઈમારતો સાથે પાણીમાં ગરકાવ થઈ ગયું. હકીકતમાં, દુબઈની મોટાભાગની શહેરી વ્યવસ્થા આવા વરસાદ માટે ક્યારેય બનાવવામાં આવી ન હતી. દુબઈ જેવા
આધુનિક શહેરમાં પણ વરસાદી પાણીને પસાર થવા દેવા માટે ડ્રેનેજ સિસ્ટમ ખૂબ જ મર્યાદિત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અપૂરતી છે અને આ એવો વરસાદ હતો જે શ્રેષ્ઠ સિસ્ટમની પણ કસોટી કરશે.
— Prince Nishat (@teasersixer) April 17, 2024
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >nbsp;
શું ક્લાઉડ સીડીંગ જવાબદાર છેઃ આ ગ્લોબલ વોર્મિંગ માટે ક્લાઉડ સીડીંગ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. હકીકતમાં, આ વિસ્તારમાં પ્રકૃતિ સાથે ચેડાંની અસર હજારો કિલોમીટર દૂરથી દેખાઈ રહી છે.આપે. કેટલાક નિષ્ણાતો કહી રહ્યા છે કે આટલા અચાનક વરસાદ પાછળ ક્લાઉડ સીડિંગ પણ એક કારણ છે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં આવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગમાંથી એક એક્સપર્ટ અહેમદ હબીબે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ક્લાઉડ સીડિંગ માટે બનાવવામાં આવેલા ખાસ વિમાનોએ છેલ્લા બે દિવસમાં યુનાઈટેડ આરબ અમીરાતમાં ક્લાઉડ સીડિંગ માટે છ વખત ઉડાન ભરી હતી.