ટ્રમ્પ અને મસ્ક વચ્ચે કેવી રીતે શરૂ થયો વિવાદ ? અમેરિકી રાષ્ટ્રપતિએ કેમ આપી ધમકી... જાણો સંમ્પૂર્ણ સ્ટોરી

Webdunia
શુક્રવાર, 6 જૂન 2025 (11:38 IST)
Donald Trump vs Elon Musk: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને એલન મસ્ક વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે. ટ્રપ અને મસ્કની મૈત્રી ખૂબ પાક્કી હતી. પણ હવે બંને વચ્ચે કશુ ઠીક ચાલી રહ્યુ નથી. તે બંને સાર્વજનિક મંચો પર એકબીજા વિરુદ્ધ હુમલો બોલી રહ્યા છે. ટ્રંમ્પે તાજેતરમાં જ મસ્કને ધમકી આપી છે. તેમણે કહ્યુ કે મસ્કના બધા સરકારી કૉન્ટ્રેક્સ રદ્દ કરવામાં આવશે. બીજી બાજુ મસ્કે ટ્રમ્પ પર ગંભીર આરોપ લગાવ્યા છે.  
 
ઉલ્લેખનીય છે કે ટ્રંપ અને મસ્ક વચ્ચે એક ખાસ બિલને કારણે બબાલ શરૂ થઈ. મસ્કે ટ્રંપના ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલા બિલ પર કમેંટ કરી હતી. તેમણે તેની સખતાઈથી આલોચના કરતા કહ્યુ હતુ કે આ જનતાના પૈસાની બરબાદીનુ બિલ છે. આ શરમજનક છે. મસ્કે એક્સ પર પોસ્ટ શેયર કરી હતી. તેમણે કહ્યુ હતુ કે આ બધુ સહનશીલતાની બહાર છે. મસ્કનુ કહેવુ હતુ કે આ બિલ રાત્રે પાસ કરવામાં આવ્યુ જેના પર વધુ ચર્ચા ન હોઈ શકે.  
 
મસ્કની આલોચના બાદ ટ્રંપને આવ્યો ગુસ્સો 
 એલોન મસ્કની ટીકા બાદ ટ્રમ્પ ગુસ્સે થયા. તેમણે મસ્કની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે તેઓ આ ટિપ્પણીથી ખૂબ જ નિરાશ થયા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મસ્ક આ બિલ વિશે બધું જ જાણે છે, પરંતુ તેમણે પહેલા તેના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. યુએસ રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે જ્યારે મસ્કને ખબર પડશે કે ઇલેક્ટ્રિક વાહન સબસિડીમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે તેમની કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થશે. ટ્રમ્પે મસ્કને ધમકી આપી અને કહ્યું કે તેઓ બધી સરકારી સબસિડી બંધ કરી દેશે.

<

False, this bill was never shown to me even once and was passed in the dead of night so fast that almost no one in Congress could even read it! https://t.co/V4ztekqd4g

— Elon Musk (@elonmusk) June 5, 2025 >
 
 
 મસ્કે ટ્રમ્પને આપ્યો વળતો જવાબ  
એલન મસ્કે X પર પોસ્ટ શેયર કરતા લખ્યુ, "ખોટુ બોલે છે, આ બિલ મને એક વાર પણ બતાવવામાં આવ્યું નથી." મસ્કે એમ પણ કહ્યું કે જો તેમણે ટ્રમ્પને સાથ ન આપ્યો હોત, તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત. ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના મુકાબલાથી વોશિંગ્ટન ડીસીના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. રિપબ્લિકન સાંસદો પણ મૂંઝવણમાં છે. તેઓ સમજી શકતા નથી કે તેમણે ટ્રમ્પ સાથે જવું જોઈએ કે મસ્ક સાથે.

સંબંધિત સમાચાર

Next Article